તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં વોર્ડ નંબર 11માં વરસાદનાં કારણે રસ્તાઓનું ધોવાણ,ભારે હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં કરોડો રૂપિયાનાં ખર્ચે રોડ રસ્તાનાં કામ થાય છે. પરંતુ મોટાભાગનાં રસ્તા ટુંક સમયમાં તુટી જાય છે. પરિણામે પ્રજાનાં પૈસાનો ધુમાડો થઇ રહ્યો છે. જૂનાગઢનાં વોર્ડ નંબર 11માં અનેક રસ્તાઓ તુટી ગયા છે. વોર્ડ નંબર 11નાં કડિયાવાડ વિસ્તારમાં બ્લોક ફીટ કરવામાં આવ્યાં છે. અનેક વિસ્તારમાં બ્લોક તુટી ગયા છે. તેમજ ખોદકામનાં કારણે નિકળી ગયા છે. વરસાદનાં પાણીનાં કારણે રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. અહી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
 
અન્ય સમાચારો પણ છે...