તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ એસટી ડિવીઝનની તમામ બસ બંધ, ચક્કાજામ કરતા 306ની અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઃ ઊનાનાં સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર થયેલા અત્યચારનાં ઘેરા પડઘા પડ્યા છે. રાજયભરમાં સ્થિતી વણસી છે. ત્યારે જૂનાગઢમાં દલિત સંગઠનોએ ચક્કાજામ કર્યો હતો. જેમાં વડાલ અને જૂનાગઢ મધુરમ બાયપાસ પર રસ્તા રોકી ચક્કાજામ કરી દીધો હતો. ચક્કાજામને પગલે પોલીસે 306 દલિતોની અટક કરી હતી. મધુરમ બાયપાસ ઉપર પ્રથમ વખત ચક્કાજામ બાદ ફરી 30 મિનીટ બાદ ચક્કાજા કરવામાં આવ્યો હતો. જૂનાગઢનાં કાળવા ચોકમાં સુત્રોચ્ચાર અને દેખાવ કરી રેલી યોજી હતી.
આજે જૂનાગઢ બંધનું એલાન, તમામ શાળા - કોલેજો બંધ રહેશે
આ ઘટનાનાં પગલે જૂદા-જૂદા દલિત સંગઠનોએ આવતીકાલે જૂનાગઢ બંધનું એલાન આપ્યુ છે.જેના પગલે શહેરની તમામ શાળા-કોલેજો પણ બંધ રહેશે. જૂનાગઢ જિલ્લામાં એસટી બસમાં તોડફોડની કરી છે.જેના પગલે જૂનાગઢ એસટી ડીવીઝનની તમામ બસ બંધ કરી દેવામાં આવ્યા છે.જૂનાગઢ અને વડાલમાં ચક્કાજામનાં પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.બાંટવાનાં દલિત યુવાનો ઝેરી દવા પી જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા.જેના પગલે પ્રાંત અધિકારી એમ.ડી.સીણોજીયા,ડીવાયએસપી એ.વી.ગખ્ખર સહિતનાં પહોચી ગયા હતા.
બંધમાં શાંતીથી જોડાવા અને સહકાર આપવા અપીલ

સૌરાષ્ટ્ર દલિત સંગઠનનાં દેવનભાઇ વાણવીએ જણાવ્યુ હતુ કે,જૂનાગઢ બંધમાં દલિત સમાજ ,સૌરાષ્ટ્ર દલિત સંગઠન, યુવા દલિત સેના, બહુજન સમાજ પાર્ટી, દલિત યુવા વિકાસ સંગઠન સહિતનાં દલિત સંગઠનો જોડાશે.તેમજ વાલ્મીકી સમાજ,રીક્ષા એસો., વેપારી એસોસીએશનએ ટેકો આપ્યો છે. જૂદા-જૂદા સંગઠનનાં આગેવનો ધમેન્દ્ર પરમાર, રાજૂ સોંલકી, બાબુભાઇ ચૌહાણ, રવજીભાઇ વાળા, ભરતભાઇ મકવાણા, માલદેભાઇ ચાવડા, ભરતભાઇ બોરીચા, મહોનભાઇ પરમાર, અશ્વિનભાઇ, વિજયભાઇ વાળા સહિતનાં હાજર રહેશે.તેમજ શાળા-કોલેજો પણ બંધ રાખવા સંચાલકોને કહ્યુ છે.અને બંધમાં શાંતી જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.તેમજ કોઇ દલિત યુવાને આવેશમાં આવી દવા પી નહી તેવી અપીલ છે.
ચક્કાજામ વખતે પત્રિકાનું વિતરણ કરાયું

જૂનાગઢમાં ચક્કાજામ વખતે સમરસતાનું ષડયંત્ર નામની પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં સ્વાધિકાર આંદોલનનાં કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.આ પત્રિકા નવસર્જન ગુજારાત, અનુસુચિત જાતી વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં પ્રકાશનથી પ્રસિધ્ધ થઇ હતી.
દલિત આગેવાનોના ફોન આવ્યા હતા

જૂનાગઢ બંધનાં એલાનને લઇ દલિત આગેવાનોનાં ફોન આવ્યા હતા.જેના પગલે શાળા સંચાલકોએ શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મહિલા સાથે બબાલ થતા રહી ગઇ

જૂનાગઢ મધુરમ બાયપાસ પર ચક્કાજામ વખતે એક મહિલા ત્યાંથી પસાર થયા હતા.તેણીએ પરાણે નિકળવાનો પ્રયાસ કર્યો હતો.જેના પગલે દલિત યુવાનો ઉશકેરાઇ ગયા હતા. જોકે બબાલ થયા તે પહેલા પોલીસે મામલો સંભાળી લીધો હતો.

મધુરમ બાયપાસ 1 કલાક જામ રહ્યો
દલિત સમાજે જૂનાગઢ મધુરમ બાયપાસ પર ચક્કાજામ કરી દીધો હતો.જેનાં કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. એક કલાક કરતા પણ વધુ સમય સુધી જામ રહ્યો હતો.સ્કુલ બસ પણ જામમાં ફસાઇ ગઇ હતી.

ડિવીઝનની એસટી બસ બંધ રહેશે
જૂનાગઢ, કેશોદ, બાંટવા, પોરબંદર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર ડેપોની તમામ બસ બંધ કરી દેવામાં આવી છે.વાતારણ થાળે પડ્યા બાદ ફરી શરૂ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો