તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં સક્કરબાગમાં લાખોની કિંમતનો દક્ષિણ અમેરિકી મેકોઉ પોપટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ:જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં લાખોની કિંમતનો બ્લુ યેલો મકાઉ પ્રજાતિનો પોપટ રાખવામાં આવ્યો છે. દુર્લભ ગણાતો આ પોપટ દક્ષિણ અમેરિકાના વર્ષા જંગલોમાં જોવા મળે છે. ઇટાવા જંગલમાં મોકલેલા સિંહના બદલામાં અલગ અલગ પ્રજાતિના પોપટ કાનપુર અને લખનઉ ઝૂમાંથી આવ્યા હતા. જેમાં આ બ્લુ યેલો મેકોઉનો પણ સમાવેશ થાય છે.
 
પોપટની કિંમત: 2 કે 5 લાખ નહીં. પૂરા 40-50 લાખ 
 
સામાન્ય રીતે પાલતુ પશુઓની કિંમત લાખોમાં હોવાની અનેક વાતો સાંભળી હશે. પરંતુ ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે, પોપટની કિંમત લાખોમાં હોય. એ પણ 2 કે 5 લાખ નહીં. પૂરા 40-50 લાખ તો ? વાત સાંભળી આંખોના ભવાં ચઢી જાય. પણ વિશ્વાસમાં ન આવે એટલો કિંમતી પોપટ સક્કરબાગ ઝૂમાં છે. બ્લુ યેલો મેકોઉ તરીકે ઓળખાતા આ પોપટની કિંમત લાખોમાં છે. આ પ્રજાતિનો તે કદમાં સૌથી મોટો પોપટ છે.
 
આ પોપટ ઇટાવા પ્રાણી સંગ્રહાલયને અપાયેલા સિંહના બદલામાં લખનઉ ઝૂમાંથી મળ્યા છે
 
સક્કરબાગ ઝૂમાં આ પોપટ ઇટાવા પ્રાણી સંગ્રહાલયને અપાયેલા સિંહના બદલામાં લખનઉ ઝૂમાંથી મળ્યા છે. દક્ષિણ અમેરિકાના વેનઝુએલા, યેટ, બ્રાઝિલ, બોલીવીયા, આર્જેન્ટીના, વગેરે દેશોનાં વર્ષા જંગલોમાં આ બ્લુ યેલો મેકોઉનું મુળ સ્થાન છે. આ પોપટનું કદ દુનિયાનાં અન્ય પોપટ કરતાં મોટું હોય છે. અને તેનો ખોરાક તમામ ફળો, તેનાં બી, વગેરે છે. બ્લુ યેલો મેકોઉને વિદેશોમાં પાળવાનો ક્રેઝ છે. જોકે, તેની કિંમત વધુ હોવાથી સામાન્ય લોકો તેને પાળી પણ નથી શકતા.
 
બ્લુ યેલો મેકોઉની વિશેષતા
 
વૈજ્ઞાનિક નામ : અરા અરારોના, લીનાયસ
આયુષ્ય : 30 થી 35 વર્ષ
મહતમ આયુષ્ય : 50 વર્ષ
ઓળખ : શરીરનો બ્લુ અને પીળો રંગ, ચાંચનો રંગ સફેદ અને કાળો
કદ : 76 થી 86 સેમી
વજન : 900 ગ્રામ થી 1.5 કિલોગ્રામ
વર્તણૂંક : રંગની માત્રા પક્ષીની શારિરીક સ્વસ્થતા અને પ્રજનન માટેની પાત્રતા
 
આ પક્ષીની કિંમત લાખોમાં હોય છે
 
આ પક્ષીઓ દુર્લભ પ્રજાતિનાં અને અમૂલ્ય કિંમતના હોય છે જેની કિંમત લાખોમાં હોય છે. - એ. પી. સિંહ, મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો