જૂનાગઢમાં બંધ રૂમમાં નિંદ્રાધીન પરપ્રાંતીય વૃદ્ધાની ચોટલી કપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: સમગ્ર ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રીના સમયમાં મહિલાઓ કે યુવતીઓના વાળ કપાઇ જવાની ઘટના સામે આવી રહી છે. કોઇના કહેવા મુજબ કોઇ અદ્રશ્ય ચીજ અચાનક વાળ ખેંચે છે તો કોઇના કહેવા મુજબ નિંદ્રાધીન અવસ્થામાં વાળ કપાઇ જાય છે. જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે જાણ થાય છે.

જૂનાગઢમાં પણ ચોટલી કપાવવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સીંગદાણાના કારખાનામાં મજૂરી કરતા મુળ બનારસના સીમાબેન તથા તેમના પતિ નંદલાલભાઇ યાદવ શુક્રવારે રાત્રીના  રૂમ બંધ કરી સુતા હતા.

બાદમાં સીમાબેન ફરીવાર 11:30 વાગ્યાની આસપાસ જાગ્યા હતા જોકે તે સમયે વાળ સલામત હતા પરંતુ જ્યારે સવારે ઉઠીને ચા બનાવી રહ્યા હતા તે દરમિયાન ગરમી થતા તેઓ વાળ સરખા કરવા ગયા ત્યારે તેમના વાળ કપાઇ ગયા હતા. આ અંગે તેમના પતિને જાણ કરી હતી. જોકે આ અંગે વૃધ્ધાએ કોઇની સામે શંકા ન હોવાથી પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. બનાવ બાદ આસપાસની  મહિલાઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...