તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ: રાષ્ટ્રગાન સાથે રામકથાનું મંગલા ચરણ થયું, બાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ:દત્ત અને દાતારની સમન્વય ભૂમિમાં માનસ રૂખડ રામકથાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથનાં પુનિત આશ્રમમાં કથા સ્થળ પર બપોરનાં મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે રાષ્ટ્રગાન સાથે કથાનું મંગલાચરણ થયુ હતુ. ભવનાથમાં શરૂ થયેલી રામકથાનું નામ માનસ રૂખડ આપવામાં આવ્યું છે. મોરારીબાપુએ કથાનાં પ્રારંભ સાથે રૂખડ શખ્દનાં અનેક અર્થ કહ્યા હતા. બાપુએ કહ્યું હતું કે, નિરંતર અલખ-અલખ બોલે તેનું નામ રૂખડ. જોકે, બાપુ આવતીકાલે સવારની કથામાં રૂખડ શબ્દની વ્યાખ્યા આપશે.
-નિરંતર અલખ-અલખ બોલે તેનું નામ રૂખડ : બાપુ
-દત્ત અને દાતારની સમન્વય ભૂમિમાં પ્રખર રામાયણી મોરારિબાપુના વ્યાસાસને માનસ રૂખડ રામકથાનો પ્રારંભ
-રાષ્ટ્રગાન સાથે કથાનું મંગલા ચરણ થયું : બાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ભવનાથમાં આવેલા પુનિત આશ્રમની જગ્યામાં આજથી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. બપોરનાં રામકથા સ્થળ પર મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કથા દરમિયાન 24 કલાક રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહેશે.સાંજનાં 4 વાગ્યે પોથી પધરાવવામાં આવી હતી. બાદમાં માનસ રૂખડ રામકથાનો પ્રારંભ થયો હતો. વ્યાસપીઠેથી મોરારીબાપુએ કથાનું રસપાન કરાવતાં કહ્યું હતું કે, ગુરૂ દત્તાત્રેયનું સત્ય, માં અંબાનો પ્રેમ, ભવનાથની કરૂણા મને ખેંચી રહી છે. દત્ત અને દાતારની સમન્વય ભૂમિમાં કથા થતાં હું પ્રસન્નતા વ્યક્ત કરૂં છું.
બાદમાં મોરારીબાપુએ રૂખડ શખ્દ અંગે કહ્યું હતું કે, જે અર્થ પ્રચલીત છે તે મારો રૂખડ નથી. રૂખડ સંજ્ઞા નથી. અવસ્થાનું નામ રૂખડ છે. રૂખડનો જન્મ અંબાજીમાં નવરાત્રી દરમિયાન કથા વખતે ચોથા નોરતે મારા શરીરમાં આવ્યો હતો. આજે રૂખડ જવાન થઇ ગયો છે. તે ધીરે-ધીરે મોટો થઇ રહ્યો છે. રૂખડ એક બ્રહ્મ છે. સાઘના, સત્ય, પ્રેમ, કરૂણાથી બનેલો મહાપુરૂષ રૂખડ છે. માયા જેનાં પગલે-પગલે ચાલે તેનું નામ રૂખડ. મરે નહીં તેનું નામ રૂખડ. અવિનાશી તત્વનું નામ રૂખડ. નિરંતર અલખ-અલખ બોલે તેનુ નામ રૂખડ. રૂખડનાં અનેક અર્થ છે. જે ચાર પ્રકારની મુર્ખતાથી પર છે તે રૂખડ છે.

બહેનોએ પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં પાઠ કરવા
મોરારીબાપુએ કહ્યું હતું કે, રાવણ પર વિજય બાદ જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે રાક્ષસણીઓએ હનુમાનજીની પુજા કરી હતી. તો આપણી બહેનો કેમ ન કરી શકે ω બહેનોએ પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં પાઠ કરવા જોઇએ.
નવ દિવસ સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળો
મોરારીબાપુએ કહ્યું હતું કે, કથામાં આવતા લોકો સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળી જાવ. પ્રકૃતીને કોઇ જ પ્રકારનું નુકસાન ન કરતા. કથામાં આવતી દરેક વ્યક્તિ બે-બે વૃક્ષનું વાવેતર કરે.
આગળની સ્લાઇડમાં વાંચો,બાળકોને રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ ભાવના શીખવાડો,દેશનાં અધિકારીઓ ખાવુ બંધ અને ગાવાનું શરુ કરે,ગિરનાર સામે જોઇને ગાવું છે : બાપુ,દરેક રામકથામાં રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહેશે....
અન્ય સમાચારો પણ છે...