જૂનાગઢ: ઉત્તરમાંથી દક્ષિણ દિશામાં સારો વરસાદ થવાનો વરતારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.હોળીની ઝાળ કંઇ દિશામાં ગઇ છે તેનાં આધારે આગામી વર્ષ કેવુ રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ અંગે વર્ષા વિજ્ઞાન મંડળનાં રમણીકભાઇ વામજાએ જણાવ્યું હતું કે, આજે હોળીનો ધૂમાડો પશ્વિમ દિશામાંથી પૂર્વ દિશામાં ગયો છે. પરિણામે ઉતર દિશામાંથી દિક્ષણ દિશામાં સારો વરસાદ થશે. તેમજ ખગોળ વિજ્ઞાનનાં આધારે આગામી વર્ષ 12 આના થશે.આ ઉપરાંત પવન ઉંચો જવાથી પૃથ્વી પર પુર થશે.તેમજ તા. 30 એપ્રિલ અને 15  મેનાં માવઠુ થવાની શકયતા છે. તા. 28 મેનાં ગાજવીજ સાથે વરસાદ થશે. તા. 6 જૂનનાં મેઘરાજાનું આગમન થશે.
 
અંબાજી શિખરેસૌથી ઉંચી, ગાંધીગ્રામમાં મોટી હોળી પ્રગટી
 
જૂનાગઢમાં રંગોનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં આજે રાત્રે ઠેર-ઠેર હોલીકા દહન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ ગિરનાર પર્વત ઉપર અંબાજી માતાનાં મંદિરે સૌથી પહેલા હોલીકા દહન કરવામાં આવે છે. ગિરનાર પર હોલીકા દહન થયા બાદ જૂનાગઢમાં ઠેર-ઠેર હોલીકા દહન થાય છે. જૂનાગઢમાં સૌથી ઉંચા સ્થાન અંબાજી માતાનાં મંદિરે હોલીકા દહન કરવામાં આવ્યું હતું.જયારે જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 50 હજાર છાણાની હોળી પ્રગટી હતી. જૂનાગઢમાં સૌથી મોટી હોળી ગાંધીગ્રામની હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...