જૂનાગઢ HIV કાંડઃ CBI કોર્ટમાં આખરી અહેવાલ રજૂ, 27મીએ વધુ સુનાવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ આખરે છ વર્ષે સીબીઆઇએ જુનાગઢ એચઆઇવી કાંડમાં સર્વોદય બ્લડબેંકના 4 ડોક્ટર અને 11 લેબટેકનિશીયન સામે વિભાગીય તપાસની ભલામણ કરતો અહેવાલ કરી સમગ્ર કેસને આખરી અહેવાલ આપ્યો છે. ત્યારે સમગ્ર અહેવાલને પણ ભોગબનનાર બાળકોના પરીવાર દ્વારા પડકારવામાં આવ્યો છે. આ રીપોર્ટ ફગાવી દેવા માટે પણ રજૂઆત કરવામાં આવતા કોર્ટે રીપોર્ટ અંગે વધુ સુનાવણી 27મી ડિસેમ્બર પર મુલત્વી રાખી છે. જૂનાગઢ એચઆઈવી કાંડ કેસની વધુ તપાસ કરી રહેલી સીબીઆઈએ સોમવારે સ્પેશિયલ સી બી આઈ કોર્ટમાં એક વર્ષની તપાસના અંતે ફાયનલ રિપોર્ટ રજૂ કરી જૂનાગઢ હોસ્પિટલ પરિસરમાં કાર્યરત એવી સર્વોદય બ્લડ બેંકના 4 ડોક્ટર તેમજ 11લેબટેકનિશયન સામે વિભાગીય તપાસની ભલામણ કરી છે.
2011માં જૂનાગઢ જનરલ હોસ્પિટલ પરિસરમાં કાર્યરત સર્વોદય હોસ્પિટલની બેદરકારીના કારણે 28 થેલેસેેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવી મિશ્રિત લોહી ચડાવી દેવાયુ હતું. સમગ્ર મામલે સી.બી.આઈ.ને તપાસ સોપાઈ હતી. સીબીઆઈએ તપાસનો દોર સંભાળી સર્વોદય હોસ્પિટલ તેમજ જૂનાગઢમા તપાસ હાથ ધરી ઓગસ્ટ 2014માં.સ્પેન.સી બી આઈ કોર્ટમાં આરોપીઓનો ગુનાહિત ઇરાદો ન હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. જે ક્લોઝર રિપોર્ટને બાળકોના એડવોકેટ પરેશ વાઘેલાએ પડકાર્યો હતો.
આગળ વાંચો, શું જણાવ્યું સીબીઆઇ રિપોર્ટમાં
અન્ય સમાચારો પણ છે...