જૂનાગઢમાં જનવાણી FM રેડિયો દિવસભર ગુંજશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢના એકમાત્ર એફએમ ચેનલ 91.2 જનવાણી રેડીયો હવેથી દિવસભર સાંભળી શકાશે.સામાજિક સંસ્થાઓની લાંબા સમયની માંગ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સંતોષાઇ છે.હવેથી જનવાણી પર સવારે 6થી રાત્રીના 11 સુધી કાર્યક્રમનું પ્રસારણ થશે  જૂનાગઢમાં ઘણા સમયથી એફએમ ચેનલ કાર્યરત છે પરંતુ હતો.જૂનાગઢવાસીઓ અને મધુરસોશ્યલ ગૃપ સ્થાનિક સંસ્થાઓ દ્વારા રેડિયોને દિવસભર ચલાવવા માંગ કરાઇ હતી.

આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસારિત થયો હતો. જેના પગલે રેડિયો સ્ટેશનના વિરેન્દ્રભાઇ ભટ્ટે સુચના અને પ્રસારણ વિભાગમાં રેડિયો દિવસભર ચલાવવા અંગે મંજુરી માંગી હતી. જેને મંત્રાલય દ્વારા મંજુરી આપી દેવાતા આગામી સમયમાં જનવાણી એફએમ રેડિયો 91.2 સવારના 6થી રાત્રીના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેનો દરેક જૂનાગઢી લાભ લઇ શકશે. દિવસભર જનવાણી એફએમ રેડીયો ચાલુ રહેતા જૂનાગઢ મહાનગરને મનોરંજન પ્રિય જનતામાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. લોકો દિવસભર એફએમ રેડીયો સાંભળશે.
 
અન્ય સમાચારો પણ છે...