તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેર અને ગ્રામ્યનું વિભાજન, માનસિક વિકલાંગ બાળકો 247 સામે 1 શિક્ષક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્પેશિયલ ચાઇલ્ડને વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. સ્પેશિયલ ચાઇલ્ડને માનસિક વિકલાંગ બાળક પણ કહે છે. જૂનાગઢ તાલુકામાં આ પ્રકારનાં કુલ 377 બાળકો છે. ગાંધીનગરથી જૂનાગઢ શહેર અને તાલુકાનું બે ઝોનમાં વિભાજન કરી દેવામાં આવ્યું છે. વિભાજન સાથે બાળકો અને શિક્ષકોનું પણ વિભાજન થયું છે. જૂનાગઢ તાલુકામાં કુલ 9 શિક્ષકો ફરજ બજાવતા હતા. હવે વિભાજન થતા જૂનાગઢ શહેરમાં મુશ્કેલી સર્જાય છે. વિભાજન થતા જૂનાગઢ શહેરમાં 247 બાળકો અને ગ્રામ્યમાં 130 બાળકો રહ્યાં છે. જયારે શહેરમાં 1 શિક્ષક અને ગ્રામ્યમાં 8 શિક્ષક થયા છે. જૂનાગઢમાં 247 બાળકો સામે 1 શિક્ષક છે. જેના કારણે સામાન્ય વ્યવહાર શિખવામાં બાળકોને મુશ્કેલી પડી રહી છે.

બાળકોને શું મુશ્કેલી પડે છે

સ્પેશિયલ ચાઇલ્ડને શિક્ષક દ્વારા સામાન્ય વ્યવહાર શિક્ષણ એટલે કે કપડા પહેરતાં શિખવવુ, દરવાજો કેમ ખોલવો સહિતનું શિખવવામાં આવે છે. હવે એક શિક્ષક હોય તમામ જગ્યાએ પહોચી શકે નહી.

ગાંધીનગરની મંજૂરી મળી નથી

જિલ્લા કો ઓડિનેટર નિતાબેન ડોબરિયાએ કહ્યું હતુ કે,જે ગ્રામ્યનાં શિક્ષકો છે તેને એક દિવસ જૂનાગઢમાં અભ્યાસ કરવા માટે આદેશ આપ્યો છે. શિક્ષકોનાં દિવસ નકકી થઇ ગયા છે. વધુ શિક્ષક માટે મંજૂરી માંગી હતી. ગાંધીનગરથી મંજૂરી આપવામાં આવી નથી.અહીથી વ્યવસ્થા કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો