તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આજથી માનસ રૂખડ રામકથાનો થશે પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ગિરનારની તપોભૂતિ ભવનાથમાં પ્રખર રામાયણી મોરારીબાપુની માનસ રૂખડ રામકાથનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથમાં તા. 27 ફેબ્રુઆરીનાં સાંજનાં 4 વાગ્યેથી રામકથાનો પ્રારંભ થશે. આ કથાનો દરરોજ સવારે 9:30 થી 1:30નો રહેશે. આવતીકાલથી રામકથાનો પ્રારંભ થતો હોય તેને લઇ આજે મોરારીબાપુ જૂનાગઢ પહોચી ગયા હતા. સાંજનાં ગિરનાર પર્વત પર બીરાજમાન ભગવાન દતાત્રેયનાં દર્શન કરવા ઉપર ગયા હતા.
- જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આજથી માનસ રૂખડ રામકથાનો થશે પ્રારંભ
- બાપુએ ગિરનાર પર જઈ ભગવાન દતાત્રેયનાં દર્શન કર્યા
છેલ્લા 50 વર્ષથી નિયમીત રીતે શિવરાત્રીનાં મળામાં ભાગ લેતા પ્રખર રામાયણી મોરારીબાપુ આ વખતે શિવરાત્રીમાં ભવનાથમાં રામકથા કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં 20 વર્ષ પછી મોરારીબાપુની રામકથા યોજાશે. જૂનાગઢની સિધ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ તા. 27 ફેબ્રુઆરીનાં રોજ સાંજનાં 4 વાગ્યેથી થશે. બાદ તા. 6 માર્ચ સુધી ચાલનારી રામકથાનો દરરોજ સવારે 9:30 થી બપોરનાં 1:30 વાગ્યા સુધી બાપુ કથાનું રસપાન કરાવશે.
આવતીકાલે રામકથાનો પ્રારંભ થવાનો હોય મોરારીબાપુ આજે જૂનાગઢ આવી પહોચ્યા હતા. ભવનાથમાં આરામ કર્યા બાદ મોરારીબાપુ, હાસ્યકલાકાર માયાભાઇ આહીર, હેમંત નાણાવટી,જેન્તીભાઇ ચાંદ્રા સહિતની ટીમ ભગવાન દતાત્રેયનાં દર્શન કરવા માટે ગિરનાર પર્વત ઉપર ગયા હતા. ત્યા ભગવાન દતાત્રેયનાં દર્શન કર્યા હતા. રામકથાને લઇને જૂનાગઢ રામકથા સમિતી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.આમ શિવરાત્રીનાં જ સમયમાં જ રામકથા બેસતા ભવનાથમાં હરિ અને હરનો મેળાપ થશે. એક તરફ રામજીનાં ગુણગાન ગવાશે તો બીજી તરફ ભોળેનાથનો જય જય કરતા સાધુઓ મળી આવશે.
આગળની સ્લાઇડમાં વાંચો, 30 હજાર લોકો બેસી શકે તેવુ સમિયાણુ બંધાયુ...
અન્ય સમાચારો પણ છે...