તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢીયાળા કાંડનું કાવતરું 3 જુલાઇએ વેરાવળમાં ઘડાયું હતું : દલિત આગેવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ઊનાનાં મોટાસમઢીયાળા ગામે શનિવારે સાંજે દલિત સમાજની સભા યોજાયી હતી. જેમાં જૂનાગઢનાં એક આગેવાને કહેલી વાતથી ખળભળાટ મચી ગયો છે. આ આગેવાને કહયું હતું કે, 3 જુલાઇએ વેરાવળમાં સમઢીયાળા કાંડનું કાવત્રું ઘડાયું હતું અને દલિત – મુસ્લિમોને અથડાવાની વાત હતી. શનિવારે દલિત સમાજે વેરાવળથી ઊના - મોટાસમઢીયાળા સુધી વિશાળ બાઇક રેલી કાઢી ગામનાં ચોકમાં જાહેરસભા યોજી આગેવાનોએ છેવટ સુધી લડી લેવાનો રણટંકાર કર્યો હતો. અનેક જિલ્લાઓમાંથી દલિત સમાજનાં લોકો ઉમટી પડયા હતાં.
દલિત અને મુસ્લિમો વચ્ચે અથડામણ થાય તેવો કારસો ઘડાયો હતો,આગેવાને કરેલી વાતથી ખળભળાટ

મોટાસમઢીયાળા ગામે શનિવારે સાંજે દલિત સમાજની યોજાયેલી વિશાળ સભામાં જૂનાગઢનાં આગેવાન બાલુભાઇ ચૌહાણે એવી સનસનીખેજ વાત કરી હતી કે, વેરાવળ ખાતે 3 જુલાઇએ મનોવાદી ગણાંતા આરએસએસ અને વિહિપનાં આગેવાનોએ એક બેઠક કરી મોટાસમઢીયાળા કાંડનું કાવતરું ઘડ્યું હતું અને કહેવાતા ગૌરક્ષકોમાં ઝેર ભર્યુ હતું. સમઢીયાળાની ઘટનામાં દલિતો અને મુસ્લિમોને સામ-સામે અથડાવી દેવાની વાત હતી. પરંતુ તેમાં આ લોકો સફળ થયાં ન હતાં.
આ ઘટના બાદ દલિત સમાજની એકતા વધુ પ્રબળ બની છે અને ન્યાય માટેની આ લડાઇ પુરી કરીને જ હવે ઝંપીશું. બાલુભાઇ સરવૈયાનાં પરિવારે જે સહન કર્યુ છે તેમની સહનશકિતને બીરદાવું છું. હવે દલિત સમાજ જાગૃત થઇ ગયો છે અને કોઇપણ અન્યાયી બાબતને સાંખી નહીં લે એવો ધ્રુજારો વ્યકત કરી આ ચીનગારી હવે જવાળા બનીને પ્રગટી ઉઠી છે.
આગેવાનોએ મંચ સ્થાનેથી પોલીસ અને રાજકારણીઓની ભુમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા
ઊના દલિતકાંડનો મામલો શમવાનું નામ નથી લઇ રહયું ત્યારે શનિવારે દલિત આંદોલનનાં બીજા પડાવનો પ્રારંભ વેરાવળ ખાતેથી શરૂ થયેલ. ગીર-સોમનાથ સહિત અન્ય જિલ્લામાંથી દલિત સમાજનાં લોકોએ અહીંયા આવી પહોંચી ટાવરચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ત્રણ કલાક સુધી ધરણા યોજેલ અને રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને આવેદન આપ્યું હતું. ત્યારબાદ વેરાવળથી પ્રસ્થાન થયેલ વિશાળ બાઇક રેલી જય ભીમનાં નારા અને વિવિધ સુત્રોચ્ચારો સાથે ઊના - મોટાસમઢીયાળા પહોંચેલ જયાં કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતું. બાદમાં આગેવાનોએ સ્ટેજ પર પીડિત બાલુભાઇ સરવૈયા, તેમનાં પુત્રો સહિતનાં પરિવારને બેસાડી ગામનાં ચોકમાં જાહેરસભા યોજી હતી. કેવલ રાઠોડે કહયું હતું કે અદાણી, અંબાણી જેવા ઉદ્યોગપતિઓને કોઇપણ નિયમો વિના જમીનો આપી દેવાઇ છે જયારે દલિતોને આપવામાં અનેક નિયમો સામે ધરાય છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો