તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ, છાત્રોએ પ્રદર્શિત કરી ભારતીય યોગ સંસ્કૃતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આજે યોગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ કેટેગરીનાં છાત્રોએ ભારતીય યોગ સંસ્કૃતિનાં અદ્ભુત વારસાની ઝલક દેખાડી હતી. જ્યારે છાત્રાઓએ તો યોગ થકી પીરામીડ બનાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

38 મી સ્પર્ધામાં યોગ સંસ્કૃતિનાં અદભુત વારસાની ઝલક

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત ભાસ્કર અભિવ્યક્તિની યોગ નિદર્શન સ્પર્ધા આજે તક્ષશિલા વિદ્યાનિકેતન ખાતે યોજાઇ હતી. જેમાં જુદા જુદા ફિલ્મી ગીતો તેમજ વિવિધ રીધમ ઉપર યોગ રજૂ કર્યા હતા. શરીરને રબ્બરની માફક વાળી વિવિધ યોગ મુદ્રાઓ રજૂ કરતા છાત્રો અને છાત્રાઓએ ઘડીભર તો સમગ્ર વાતાવરણને યોગમય બનાવી દીધું હતું. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની આ સાથેની 38 મી ઇવેન્ટ સંપન્ન થઇ છે. અને હજુ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઇ રહ્યું છે. આજની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પતંજલિ યોગ સમિતીનાં પ્રદેશ સભ્ય અને જિલ્લા પ્રભારી સાજીદાબેન ખોખર તેમજ સમિતીનાં ચેતનાબેન ગજેરાએ સેવાઓ આપી હતી. નવી પેઢીની યોગ આસનમાં પ્રવિણતા અને અભિરુચિ જોઇ સહુ અભિભૂત થયા હતા.

વિદ્યાર્થીઓ સ્પર્ધામાં હોંશભેર ભાગ લે છે

જય હો જૂનાગઢ અંતર્ગત યોજવામાં આવી રહેલ તમામ સ્પર્ધાઓમાં શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લઇ રહયાં છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો