‘ભારતનાં વડાપ્રધાનોએ 9થી વધુ વખત ભારતને કર્યું છે વિભાજીત’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: સનાતન ધર્મનાં વડા ગોવર્ધન પીઠ પુરીનાં શંકરાચાર્ય પૂ. સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતી જૂનાગઢની દોઢ દિવસની મુલાકાતે આવ્યા છે. રેલ્વે સ્ટેશને તેમનું મનપાનાં વાલ્મિકી સમાજનાં સફાઇ કામદાર પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં શંકરાચાર્યજીએ આધુનિક યુગમાં માનવ જીવનમાં ધર્મની મહત્તાને સમજાવવા સાથે દેશની વર્તમાન શાસન પ્રણાલિ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અંગ્રેજોની કુટનિતી દેશની સ્વતંત્રતા બાદ પણ ચાલુ રહી હોવાનું કહી તેના અનુસંધાને આઝાદી બાદ પણ દેશનાં વડાપ્રધાનોએ 9 થી વધુ વખત ભારતને વિભાજીત કર્યાનાં આક્ષેપો કર્યા હતા.
શંકરાચાર્યજીનાં દેશની વર્તમાન શાસન પ્રણાલિ પર આકરા પ્રહારો
મનપામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ વાઘેલા અને દિવાળીબેને તેમનું સ્વાગત કરી સનાતન ધર્મનાં સમરસ સમાજનો દાખલો પૂરો પાડ્યો હતો. ધર્મસભામાં શંકરાચાર્યજીએ આધુનિક યુગમાં માનવ જીવનમાં ધર્મની મહત્તાને સમજાવવા સાથે દેશની વર્તમાન શાસન પ્રણાલિ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અંગ્રેજોની કુટનિતી દેશની સ્વતંત્રતા બાદ પણ ચાલુ રહી હોવાનું કહી તેના અનુસંધાને આઝાદી બાદ પણ દેશનાં વડાપ્રધાનોએ 9 થી વધુ વખત ભારતને વિભાજીત કર્યાનાં આક્ષેપો કર્યા હતા.

ગૌવંશનાં બીજનું જર્સી સાંઢનાં રૂપમાં વિનાશ થઇ રહ્યો છે

જોકે, અત્યારનાં પ્રધાનમંત્રી તેમાંથી બાકાત હોવાનું પણ સાથે ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ તરફ પશ્ચિમી લોકો આકર્ષાઇ રહ્યા છે, પરંતુ આપણાં જ દેશમાં સંસ્કૃતિનાં વિનાશની પ્રવૃત્તિઓ થઇ રહ્યાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગૌવંશનાં બીજનું જર્સી સાંઢનાં રૂપમાં વિનાશ થઇ રહ્યો છે. પ્રાદેશિક ભાષાઓનો પણ અંગ્રેજી શિક્ષણનાં નામે વિનાશ થઇ રહ્યો છે. શિક્ષણ પદ્ધતિ, ખાનપાન, પહેરવેશ, રહેણીકરણી, ત્યાં સુધી દેશનું બંધારણ પણ ખુદ આપણું પોતાનું નહીં, અન્ય દેશોનાં બંધારણનાં આધારે તૈયાર કરાયું હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શંકરાચાર્યજીનું વાલ્મિકી સમાજ દ્વારા જૂનાગઢમાં સ્વાગત, નારાયણ પાદુકાની શોભાયાત્રા
અન્ય સમાચારો પણ છે...