તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસો વચ્ચે થયેલી ઇનફાઇટમાં એક ભેંસ 100 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢના ટીંબાવાડીની એક વાડીમાં બે ભેસ વચ્ચે ઇનફાઇટ થતા અેક ભેંસ 100 ફુટ ઉંડા કુવામાં ખાબકી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ થતા સવા કલાકની જેહમત બાદ જેસીબીની મદદથી બહાર કાઢી બચાવી લેવાઇ હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રામભાઇ ડાભીની વાડીમાં આજે બપોરે બે ભેંસ વચ્ચે ઇનફાઇટ થતા એક ભેંસ 100 ફુટ ઉડા કુવામાં પડી ગઇ હતી. આ અંગેની ફાયરવિભાગને જાણ થતા ફાયરમેન અર્પિત મકવાણા,યશપાલસિંહ પરમાર,દેવાયત સોલંકી તથા પાઇલટ પરસોતમભાઇ સહિતના દોડી ગયા હતા. અને ભેસનું રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ પ્રયત્ન કર્યા બાદ બહાર ન નીકળતા અંતે જેસીબીની મદદ લઇ હેમખેમ બહાર કાઢી હતી.
અન્ય સમાચારો પણ છે...