તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં અશ્રુભીની આંખે વિઘ્નહર્તાની ભાવભેર સામુહિક વિસર્જન યાત્રા નિકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળઃ યાત્રાધામ નગરી વેરાવળ શહેરમાં પાંચ દિવસ પહેલા વિવિધ વિસ્તારોમાં ચારસોથી વધુ ગણપતિજીની સ્થાપના કરી મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી શરૂ થયેલ અને શુક્રવારે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી વિધ્નહર્તાની સામુહીક વિસર્જન યાત્રા અબીલ ગુલાલની છોળો ઉડાડી સાથે ડી.જે. બેન્ડ વાજાના તાલે નાચ-ગાન સાથે નીકળેલ હતી. આ વિસર્જન યાત્રા પૈકીનાં અમુક પ્રતિમાઓનું બંદર ખાતે તેમજ બાકીની ચોપાટીના દરીયા કિનારે કતારબંધ લાઇનમાં લઇ જઇ સામુહીક વિસર્જન કરવામાં આવેલ હતુ.
‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ’ના નારા લાગ્યા

વેરાવળ શહેરમાં ચાલુ વર્ષે ગણેશ ઉત્સવમાં 400થી વધુ વિધ્નહર્તાની પ્રતિમાઓની સ્થાપના કરાયે લહતી જે ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે ચોપાટીનાં દરીયા કિનારે વૈકલ્પીક વ્યવસ્થા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનાં સહયોગથી કરવામાં આવેલ હતી. જેમાં બોટ એસો.નાં પ્રમુખ તુલસી ગોહેલની આગેવાનીમાં યુવાઓ તથા મછીયારા સમાજનાં તરવૈયાની ટીમો કિનારે ખડેપગે રાખવામાં આવેલ જેની મદદથી વિસર્જન માટે આવતી પ્રતિમાઓને લોકો પાસેથી લઇ ટીમનાં સભ્યો દરીયામાં થોડે દુર લઇ જઇ વિર્સજીત કરવામાં આવેલ હતી. પોલીસનાં અધિકારીઓ અને કર્મીઓ ખડે પગે રહ્યાં હતા.

ચોપાટીએ લોકો ઉમટયા

વેરાવળમાં શહેરીજનો દ્વારા પોતાનાં ઘરોમાં વિધ્નહર્તાની સ્થાપના કરેલ પ્રતિમાઓનું પણ વિસર્જન ચોપાટીના દરીયા કીનારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા ચોપાટી પર માનવ મહેરામણ નજરે પડી રહેલ હતુ. ચોપાટીએ વિધ્નહર્તાનાં વિસર્જન માટેની વહીવટી તંત્રએ કરેલ વૈકલ્પીક વ્યવસ્થાને શહેરીજનોએ બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો