તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીરનાં બીમાર સિંહો જંગલ છોડી રહેણાંક મકાનોમાં પ્રવેશતાં ભયનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરઃ વિસાવદરનાં રાજપરા ગામે તથા ગોરડવાડા નેસમાં બિમાર સિંહ-સિંહણે પ્રવેશ કરી મારણકરેલ. જે બાબતની વન વિભાગને જાણ કરતા પાંજરે પુરી સાસણ ખાતે બન્નેને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
વિસાવદરનાં રાજપરા તથા ગોરડવાડા નેસમાં સિંહ-સિંહણે પ્રવેશ કરી મારણ કર્યા

ગીર જંગલનાં સિંહો હવે બિમાર પડે એટલે સારવાર કરાવવા માટે નેસડાઓમાં તથા ગામોમાં મકાનોમાં આવીને મારણ કરવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા જ ગંગાજળીયા નેસમાં પ્રવેશીને મારણ કરેલ. તે વાત હજુ ભુલાઇ નથી. ત્યાં ગત રાત્રીનાં વિસાવદર રેન્જનાં રાજપરા ગામમાં રહેતા ધનાભાઇ ટપુભાઇ ડાભી દેવીપુજકનાં મકાનમાં રાત્રીનાં 8-30 વાગ્યાનાં અરસામાં પ્રવેશ કરીને તેના ફળીયામાં બાંધેલ માલઢોરમાંથી એક નાની વાછરડીનું મારણ કરેલ અને ત્યાં જ મારણની મિજબાની માણવા લાગેલ ત્યારે અન્ય માલઢોર સાકળો તોડાવી ભાગી ગયેલ પણ જે વાછરડીનું મારણ કરેલ તેની માતા ત્યાંથી ગયેલ નહી. ત્યારબાદ વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને રેસ્કયુ ટીમને બોલાવવામાં આવેલ અને તે સિંહને ટ્રાન્સફયુલાઇઝર કરીને પાંજરામાં પુરવામાં આવેલ અને તે સિંહની ઉમર 12 વર્ષથી ઉપરની તથા તેના નીચેના દાંત પણ પડી ગયેલ અને અન્ય બિમારીઓ પણ હોય જેથી તેને વધુ સારવાર માટે સાસણ ખાતે મોકલી આપવામાં આવેલ.
જંગલની અંદર આ સિંહો બીમાર પડે છે. ત્યારે વન વિભાગનાં સ્ટાફને કેમ ખબર પડતી નથી

વિસાવદર રેન્જનાં ખાંભડા રાઉન્ડનાં ગોરડવાડા નેસમાં ધનાભાઇ જયતાભાઇ જેબલીયા ઝોકમાં બે થી અઢી વર્ષની પાઠડી સિંહણે પ્રવેશ કરીને એક વાછરડાનું મારણ કરેલ અને અન્ય બે વાછરડાને ઇજા કરેલ. જેની જાણ વન વિભાગને કરતા રાજપરાથી રેસ્કયુ ટીમ સીધી ગોરડવાડા નેસમાં પહોંચીને તે પાઠડી સિંહણને પણ પાંજરે પુરીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ.ત્રણ બનાવો બનતા સિંહ પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. જયારે જંગલની અંદર આ સિંહો બીમાર પડે છે. ત્યારે વન વિભાગનાં સ્ટાફને કેમ ખબર પડતી નથી. જેથી આ બનાવોથી સાબિત થાય છે કે વન વિભાગનો સ્ટાફ બરોબર પેટ્રોલીંગ કરતો નથી.
ગાયે સિંહને શિંગડા માર્યા

રાજપરામાં દેવીપુજક ધનાભાઇનાં મકાનમાં બિમાર સિંહે વાછરડીનું મારણ કરેલ ત્યારે અન્ય માલઢોર સાકળો તોડાવીને ભાગી ગયેલ ત્યારે તે વાછરડીની માં ત્યાં જ ઉભી રહી અને સિંહને શિંગડે ચડાવીને તેનો પ્રતિકાર કરેલ તેમ છતાં સિંહ તે વાછરડીનાં મારણની મિજબાની માણતો હતો. ત્યારે તે ગાય માત્ર પાંચેક ફુટનો અંતરે જરાપણ ડર્યા વગર ત્યાં જ ઉભી રહી હતી.

સિંહો બીમાર પડતા ગામો નજીક આવી જાય છે

આ બાબતે વિસાવદર રેન્જનાં આર.એફ.ઓ આર.ડી.વંશે જણાવેલ કે સિંહ એ એક સમજુ પ્રાણી છે. જેથી તે બીમાર પડે છે ત્યારે તે માનવ વસાહત નજીક આવીને મારણ કરે છે અને ત્યાં જ બેસી રહે છે. જેથી તેને સારવાર મળી રહે તેમ જણાવેલ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો