ગણતરીની મીનીટોમાં જ શિકારી બન્યો શિકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા: ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મનુભાઈ વરજાંગભાઈ વાળાની વાડીમાં આવેલા ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પર શિકાર કરવા જતા પોતે જ મોત ને ભેટી પડયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરતા ધટના સ્થળે સુત્રાપાડા ફોરેસ્ટ એ.ડી. ખુમાર તેમજ ટ્રેકર વિરાભાઈ ડોડીયા તેમજ વેરાવળની ટીમ પહોંચી ગઈ ત્યારબાદ દીપડાના મૃતદેહને ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ હાથ ધરાયું ત્યાર બાદ દીપડાના મૃતદેહને  અમરાપર ખાતે એનિમલ કેર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...