તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં એકસમયે લગ્ન બંધ રાખ્યાની પણ કંકોત્રી પરિવારને વહેચાતી હતી !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢનાં ઇતિહાસવિદ પાસે સૌરાષ્ટ્રનાં રજવાડાની કંકોત્રીઓનો સંગ્રહ છે. જેમાં લગ્ન બંધ રાખ્યાની કંકોત્રી, લગ્ન સ્થળ ફેરવ્યાની કંકોત્રી વગેરે જોવા મળે છે.
નવાબ બહાદુરખાનજી ત્રીજાથી 141 વર્ષ જુની 250 કંકોતરીનો સંગ્રહ

રીવાજની ગાંઠમાં માણસ બંધાઇ ગયો હોય તેમ થોડાં વર્ષોમાં કેટલાંય સામાજિક બદલાવો આવી ગયા એ વાત આપણે જાણતાં નથી. લગ્નની તારીખ નક્કી થયા પછી કદાચ મોટી આફત આવી પડે તો સામાજિક પ્રસંગ બદલાતો નથી. જૂનાગઢનાં ઇતિહાસવિદ્દ ડો. પ્રદ્યુમન ખાચર પાસે નવાબ બહાદુરખાનજી ત્રીજાનાં લગ્નથી માંડી 141 વર્ષ જૂની સૌરાષ્ટ્રની 250થી વધુ કંકોત્રીઓનો સંગ્રહ છે.

કંકોત્રીને કુમકુમ પત્રિકા પણ કહેવામાં આવે છે. જેમાં લગ્ન પ્રસંગની, સુન્નત શાદીની, રાજ્યાભિષેકની, બાંય પહેરાવાની વિધીની, બંગલાનાં ખાતમૂર્હુતની, લગ્ન બંધ રાખ્યાની, લગ્ન સ્થળ ફેરવ્યાની અને મંગની પ્રસંગની કંકોત્રીનો સમાવેશ થાય છે. આવી કંકોત્રીમાં પહેલા માત્ર ગણેશનું જ નામ છપાતું હતું. તેમજ લાલને બદલે કાળી શાહીમાં પણ કંકોત્રીઓ છાપવામાં આવતી હતી. આજના સમયમાં પણ સૌરાષ્ટ્રના ઘણા જૂના રજવાડામાં પણ આ રીતની કંકોત્રીઓનો ઇતિહાસ જાણવા મળે છે.
કંકોતરીઓમાં રિવાજ જોવા મળે છે
કંકોત્રીમાં જૂના સમયે રિવાજમાંથી ઘણી છૂટછાટ જોવા મળે છે. લગ્ન પણ બંધ રાખી શકાય તેવી છુટછાટ પણ હતી. દેશી રજવાડા જેવા કે- જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, પોરબંદર, લાઠી, મૂળી, લીંબડી, બીલખા, માણાવદર, જસદણ વગેરે રજવાડાની કંકોત્રીઓ છે. - ડો. પ્રદ્યુમન ખાચર, ઇતિહાસવિદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો