હરીયાણાના Ex.CMએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું, ગાંઠીયાનો મોજ માણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ: હરીયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા તેમના કોંગ્રેસ પક્ષના સાત ઘારાસભ્યો સાથે ગીર-સોમનાથના પ્રવાસે આવતા તેમનું યુવા કોંગ્રેસ દ્રારા સ્વાગત કરેલ બાદ કોંગી નેતાએ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી પુજા-અર્ચન કરેલ હતી. અને વેરાવળના કોંગી અગ્રણીને ત્યાં ગુજરાતીઓના પ્રિય એવા ગાંઠીયાનો મોજ માણી હતી
 
હુડા કોંગ્રેસના સાત ઘારાસભ્યો સાથે આજે વિમાન માર્ગે કેશોદ પહોંચ્યા
 
હરીયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા હરીયાણા કોંગ્રેસના સાત ઘારાસભ્યો સાથે આજે વિમાન માર્ગે કેશોદ પહોંચતા તમામનું ગીર-સોમનાથ યુથ કોંગ્રેંસના પ્રમુખ અભય જોટવા, જીલ્લા મહિલા સેવા દળના પ્રમુખ કાજલ લાખાણી, ખીમજી બારડ, એનએસયુઆઇના ઉદય ઠુમ્મર, જગદીશ સોંલકી સહિતનાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ હતું. 
 
સુપાસી ગામે કોંગી અગ્રણી હીરાભાઇ જોટવાના કાર્યાલયની મુલાકાત લીધી
 
ત્યારબાદ માજી મુખ્યમંત્રી હુડાનો કાફલો સોમનાથ આવી રહેલ ત્યારે સુપાસી ગામે કોંગી અગ્રણી હીરાભાઇ જોટવાના કાર્યાલયની મુલાકાત લીઘેલ જયાં તમામે સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા ગુજરાતીઓના પ્રિય એવા વણેલા ગાંઠીયાની મોજ માણી હતી. આ તકે તેઓએ જુના સ્મંસરણો યાદ કર્યા હતા. ત્યારબાદ મોડીસાંજે સોમનાથ મહાદેવના દર્શાનાર્થે મંદિરે ગયેલ જયાં સાંઘ્ય આરતીનો લાભ લઇ મહાદેવની પુજા-અર્ચન કરી હતી. 
 
(તસવીર: રવિ ખખ્ખર)

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...