Home » Saurashtra » Latest News » Junagadh » Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award

ભીખુદાનભાઇ ગઢવી: ગાંધીગ્રામની ગરબીથી લોકડાયરા સુધીની સફરનો પદ્મશ્રી મુકામ

Divyabhaskar.com | Updated - Jan 25, 2016, 10:34 PM

પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે જન્મેલા ભીખુદાનભાઇ ગઢવી એટલે ગુજરાતી લોકસાહિત્યનાં બીગ બી

 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાનભાઇ ગઢવી
  - ગાંધીગ્રામની ગરબીથી લોકડાયરા સુધીની સફરનો પદ્મશ્રી મુકામ
  - ગામનાં અભણ લોકોનાં સાહિત્યની નોંધ ભારત સરકારે લીધી
  - પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે જન્મેલા ભીખુદાનભાઇ ગઢવી એટલે ગુજરાતી લોકસાહિત્યનાં બીગ બી

  જૂનાગઢ: ભીખુદાનભાઇ ગઢવી એટલે ગુજરાતી લોકસાહિત્ય જગતનું અણમોલ ઘરેણું. ગુજરાતી ભાષા સાહિત્યને લઇને કોઇપણ જાહેર કાર્યક્રમ હોય તેમાં ભીખુદાનભાઇની ઉપસ્થિતી ન હોય તો નવાઇ પામવા જેવું લાગે. ગુજરાતી લોકસાહિત્ય જગતનાં આ પનોતા પુત્રને કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો એ સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત માટે ગૌરવપૂર્ણ ઘટના છે. ભીખુદાનભાઇ કહે છે, લોક સાહિત્ય એટલે ગામનાં અભણ લોકોનું સાહિત્ય કહેવાય. તેમાંથી બહુ મોટી મોટી વાતો મળી છે. ત્યારે આ લોક સાહિત્યની નોંધ ભારત સરકારે લીધી તેનો મને અદ્ભુત આનંદ છે.

  ભીખુદાનભાઇ ગઢવીની લોક સાહિત્યકાર તરીકેની ડાયરા સફર શરૂ થઇ એ પહેલાં તેઓ જૂનાગઢનાં ગાંધીગ્રામની ગરબીમાં ગરબા ગાતા. જૂનાગઢનાં વંથલી રોડ પર આવેલી રાધાકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ભીખુદાનભાઇ એટલે જાણે કે, લોકસાહિત્યનો પ્રાણ. 19 સપ્ટે. 1948નાં રોજ હાલ પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે તેમનો જન્મ થયો હતો. એ વખતે કુતિયાણા તાલુકો જૂનાગઢ સ્ટેટનોજ એક ભાગ હતો. આરઝી હકૂમતે નવાબને હાંકી કાઢી સત્તાનાં સુત્રો સંભાળ્યા હતા.

  જોકે, તેમનું પૈતૃક ગામે કેશોદ તાલુકાનું માણેકવાડા. જે હાલ જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વસેલું છે. તેમણે ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ કરેલો. માત્ર 10 વર્ષની વયથીજ તેમને ચારણી પરંપરા મુજબ ગાવાનો શોખ. ચારણનાં દિકરાને ગાતાં તો આવડવુંજ જોઇએ. એવી દ્રઢ માન્યતા એ વખતે પ્રવર્તતી.

  ભીખુદાનભાઇ કહે છે, મારા જૂના મિત્રો મને સાંભળતા. તેના પરથી સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. 20 વર્ષની વયે સ્ટેજ પર તેમની એક કલાકાર તરીકે એન્ટ્રી થઇ. બસ, ત્યારથી લઇને આજ સુધી તેઓ લોકપ્રિયતા અને કલાપ્રવિણતાનાં એક પછી એક શિખરો સર કરતાજ રહ્યા. તેમને આપણે લોક ડાયરાનાં બીગ બી કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ભીખુદાનભાઇને પોતાનાં કુળદેવી પર ખુબજ આસ્થા છે. તેઓ ખુબજ સાદું જીવન જીવે છે. કપડા-ખોરાક ખુબજ સાદા. તેઓ કહે છે, મને સાધુ-સંતો અને રાજપુરૂષો પાસેથી ખુબજ શીખવા મળ્યું છે. નવરાશની પળોમાં ઇશ્વર સ્મરણ કરવું એ તેમની પ્રિય પ્રવૃત્તિ. કલા સાધનાએ જ તેમને આ ઉંચાઇ બક્ષી છે એમ તેઓ ભારપૂર્વક જણાવે છે.
  આગળની સ્લાઇડ્સમાં વાંચો, નરેન્દ્ર મોદીએ બે કલાક તેમનો ડાયરો માણ્યો હતો, ભીખુદાનભાઇને મળેલા એવોર્ડ
 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાનભાઇ ગઢવી
  નરેન્દ્ર મોદીએ બે કલાક તેમનો ડાયરો માણ્યો હતો

  વર્ષ 2003માં તત્ત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢનાં ઉપરકોટમાં એમ્ફિ થિયેટરનું ઉદ્ઘાટન કર્યા પછી સતત બે કલાક સુધી ઓડિયન્સમાં બેસીને ભીખુદાનભાઇને સાંભળ્યા હતા.

  ભીખુદાનભાઇને મળેલા એવોર્ડ

  ગુજરાત સરકારે 2007માં તેમને ગુજરાત ગૌરવ એવોર્ડને સન્માન્યા હતા. એજ વર્ષે ગુજરાત સરકારે તેમને રવિશંકર એવોર્ડ પણ એનાયત કર્યો હતો. તો વર્ષ 2010માં દિલ્હીની સંગીત નાટક અકાદમીનો એવોર્ડ પણ તેમણે તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલનાં હસ્તે એનાયત કરાયો હતો. દેશવિદેશમાં અનેકવખત તેમનાં બહુમાનો થયા છે.

  યાદગાર ઘટના (કાર્યક્રમો)

  1) ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામે રાવત ભગતને ત્યાં કાર્યક્રમ હતો. ત્યાં દિકરી વિદાયનો પ્રસંગ રજૂ કર્યો. અને વાતાવરણ ગમગીન બની ગયું. અને દરબાર પુંજાવાળાએ કહ્યું, હવે અહીં કાર્યક્રમ પૂરો કરી દો. હવે આગળ કાર્યક્રમ ન થાય. એમાં હું પોતે નહોતો સમજી શક્યો. કોઇ અલૌકિક તત્વ મારામાં આવી ગયું હોય એવું લાગ્યું હતું. એ પ્રસંગ હજુયે મને યાદ છે.
  2) સામાન્ય રીતે ઓડિયન્સમાંથી કોઇ ગીત કે વાતને વન્સમોર કરે. પરંતુ અમેરિકાનાં ન્યુજર્સીમાં ઓડિયન્સે આખા કાર્યક્રમને વન્સમોર કર્યો હતો. એ ઘટના હજુ યાદ છે.
 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દિવ્ય ભાસ્કરની સોરઠ આવૃતિના લોકાર્પણ સમયે ભીખુદાનભાઇ
 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાનભાઇ ગઢવી
 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દિવ્ય ભાસ્કરની સોરઠ આવૃતિના લોકાર્પણ સમયે ભીખુદાનભાઇ
 • Gujarat's Bhikhudan Gadhvi to get Padma Shri Award
  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાનભાઇ ગઢવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ