ગુજરાતમાં મા અંબાની 19મી શક્તિપીઠ ખાતે હુતાશણીના પહેલા દિવસે પ્રગટે છે હોળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા: આગામી તા.૧૨ને રવિવારે સમગ્ર દેશમાં હોલીકા પર્વ ઉજવાશે કે જેની કથા પ્રહલાદની ફઈ હોલીકાના દહન સાથે જોડાયેલી છે એવી જ રીતે હુતાશણીનાં પહેલા દિવસે ઉજવાતી કમલાહુતાશણીનું પણ એટલું જ મહત્વ છે. આ દિવસે દેશનાં ૫૧ શક્તિપીઠ પર રાત્રે હોળી પ્રગટે છે.જેમાં ગુજરાતમાં જૂનાગઢનાં ગીરનાર પર્વત પર આવેલ અંબાજી શક્તિપીઠમાં પણ હોળી પ્રગટે છે. કમલાહુતાશણી પર્વ શિવપુરાણમા વર્ણવાયેલી કથા સાથે જોડાયેલ છે. 
 
યુગોથી આ દિવસે દરેક શક્તિપીઠ પર કમલાહુતાશણીએ હોળી પ્રગટે છે
 
ફાગણ સુદ ૧૪ શિવપુરાણમા જણાવ્યા પ્રમાણે આ તિથીના દિવસે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કરેલું જેમા બ્રહ્માંડનાં સમગ્ર દેવી-દેવતાઓ,ગાંધર્વો, ઋષિમુનિઓને આમંત્રણ પાઠવેલુ પણ માત્ર દેવાધીદેવ મહાદેવ શિવશંકરને ભૂતો સાથે રહેતા,ખોપડીઓ ધારણ કરનારા અને અમંગળકારી ગણાવી આમંત્રણ ન આપ્યુ સાથે તેનો યજ્ઞમાં ભાગ પણ રાખવામાં ન આવતા શિવજીના પત્ની અને દક્ષના પુત્રી સતી રોષે ભરાયા હતા
 
અને પોતાનાં પિતા દ્વારા જ તેના પતિનું અપમાન થતુ હોવાનું જણાતા પોતે યજ્ઞકુંડમાં સમાઈ ગયા હતા જે જોઈ મહાદેવ સતીના સળગતા દેહને હાથમાં લઈ તાંડવ કરવા લાગતા ક્રોધે ભરાયેલા મહાદેવને શાંત પાડવા ભગવાન વિષ્ણુ દ્વારા પોતાનાં સુદર્શન ચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કરી નાખેલ જેના ૫૧ ટુકડા પૃથ્વી પર વિવિધ સ્થાનો પર પડેલાં જ્યાં શક્તિપીઠ બન્યાં ત્યારબાદ અનેક યુગોથી આ દિવસે દરેક શક્તિપીઠ પર કમલાહુતાશણીએ હોળી પ્રગટે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,કમલાહુતાશણીએ હોળીનાં દર્શનથી પુણ્ય મળે છે...
અન્ય સમાચારો પણ છે...