તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ડોગ શો: રોટ્ટવિલરથી લઇ જર્મન શેફર્ડ સાથે પહોંચ્યા, જોવા ઉમટ્યું લોક ટોળું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં શનિવારે કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને જેસીઆઇ મહિલા પાંખ દ્વારા પ્રથમવાર ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ શ્વાન પ્રદર્શનમાં ગુજરાતભરના શ્વાનપ્રેમીઓ દ્વારા તેમના પાલતુ શ્વાન સાથે સ્પર્ધામાં જોડાયા હતા. સર્વશ્રેષ્ઠ શ્વાનને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

સર્વશ્રેષ્ઠ શ્વાનને રોકડ પુરસ્કાર અપાશે

જૂનાગઢમાં જેસીઆઇ જૂનાગઢ મહિલા તથા કૃષિ યુનિવર્સિટીની વેટરનરી એન્ડ હસ્બન્ડરી કોલેજના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમવાર ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શન (ડોગ શો)નું આયોજન શનિવારે બપોરે 3 વાગ્યે વેટરનરી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ ડોગ શોમાં ગુજરાત ભરમાંથી શ્વાન શોખીન લોકો તેના પાલતુ શ્વાન સાથે શોમાં હાજર રહ્યાં હતા. ઉત્કૃષ્ટ શ્વાનના માલિકને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. બાદમાં વેટરનરી કોલેજના તજજ્ઞો દ્વારા પાલતુ પ્રાણીઓને વૈજ્ઞાનિક ઢબે જાળવણી અને શ્વાનમાં જોવા મળતા રોગ અને તેની સારવાર સહીતની જાણકારી આપી હતી.

ગુજરાતભરનાં પાલતુ શ્વાનો સ્પર્ધામાં ભાગ લીધો

સ્પર્ધાનું આયોજન કરવામાં એનિમલ ન્યુટ્રીશીયન હેડ ડો.કે.એસ મુર્તી, જેસીઆઇ જૂનાગઢ મહિલા પાંખના પ્રમુખ જયશ્રી વેકરીયા, તથા વેટરનરી કોલેજના ડિન ડો.પી.એચ ટાંક તથા તેમની ટીમ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરમાં અત્યાર સુધી કયારેય પણ શહેરનાં ઇતિહાસમાં શ્વાન કે સ્પર્ધા યોજાઇ ન હતી. જૂનાગઢ વાસીઓ માટે આ સ્પર્ધા એક નવીન નજરાણું બની રહ્યું હતું. શ્વાન પ્રદર્શન અને સ્પર્ધાને નિહાળવા માટે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ આસપાસનાં વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ કૃષિ યુનિવર્સિટી આવી પહોંચ્યા હતા.
 
(તસવીરો: મેહુલ ચોટાલીયા, જૂનાગઢ)
ડોગ શોની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો