તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાનું સમઢીયાળા સજ્જડ બંધ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર પણ બંધમાં જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ/અમરેલી: ઉનામાં દલિતો પર અત્યાચારના મામલે બુધવારે દલિતો દ્વારા રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાના 9માં દિવસે સીએમ આનંદીબેન પટેલ ઉનાનાં સમઢીયાળા પહોંચ્યા હતાં. જ્યાં દલિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત વખતે પરિવારની વ્યસ્થા સાંભળીને એક સમયે સીએમ ભાવુક થઈ ગયા હતા. બીજી બાજુ, સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, ઉનાની ઘટનાથી પીએમ મોદીને દુઃખ થયું છે. અત્યાચારની ઘટનાની તપાસ રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપતા તપાસની ટીમ ઉના ખાતે પહોંચી હતી.
ઉપવાસ પર બેસેલા આધેડે દવા પીધી, સારવાર હેઠળ
ઉનાના સમઢીયાળા ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન આવ્યા હતા ત્યારે ઉપવાસ પર બેઠેલા એક 45 વર્ષીય આધેડ રાજુભાઈ પરમારે દવા પી લેતા ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ખાનગી ડોક્ટરે કેસ હાથમાં ન લેતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઉપવાસ પર બેઠેલા લોકોની મુલાકાત ન લેતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
CM સાથે અન્ય નેતાઓ પણ રહ્યા હાજર
રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણભાઇ વોરા, રાજ્ય મંત્રી જશાભાઇ બારડ, સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકી, મુખ્ય સચિવ જી. આર. અલોરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, માધાભાઇ બોરીચા, જિ.પં. સભ્ય હરીભાઇ સોલંકી, સહિતનાં પિડીત પરિવારને ઘેર પહોંચ્યા હતા.
તમારા બાળકોને ભણાવજોઃ આનંદીબેન પટેલ
દલિત પરિવારના ઘરે પહોંચેલા મુખ્યમંત્રી તેમની આખી વાત જાણી રડી પડ્યાં હતાં તેમની આંખમાથી આંસુઓ સરી પડ્યા હતા. તેમણે વચન આપ્યું હતું કે આરોપીઓને કડકમાં કડક સજા મળશે અને પીડિત પરિવારને વહેલામાં વહેલી સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે તમારા બાળકોને ભણાવો. એક મહિના પછી હું ફરી એક વખત અહીં આવીશ. જો તમારા બાળકો નહીં ભણતા હોય તો હું તેમને સાથે લઈને ભણાવીશ. પીડિત પરિવારે બહેનને રજુઆત કરી હતી કે, 'અમારે સહાય નથી જોઈતી, અમારી પર અત્યાચાર કરનારને સજા આપો.'
મુખ્યમંત્રી ઘટનાસ્થળે ગયા જ નહોતા
મોટા સમઢિયાળામાં પીડિત પરિવારની મુલાકાત બાદ મુખ્યમંત્રી ઘટનાસ્થળે નહોતા ગયા. જોકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પીડીત પરિવારનાં ઘરની સાથે બનાવનાં સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે અમદાવાદનાં ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર, પરેશભાઇ ધાનાણી, ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશ પણ જોડાયા હતા. તેમણે પીડીત પરિવારને એવું આશ્વાસન પણ આપ્યું હતું કે, આવતીકાલે કોંગ્રેસનાં યુવા નેતા રાહુલ ગાંધી આવી રહ્યા છે. તેની સાથે બેસી તમામ બાબતની ચર્ચા વિગતવાર કરશે.
રાહુલ-કેજરીવાલની મુલાકાત પહેલા બેનની ઉના તરફ દોટ
ઉનામાં દલિતો પર અત્યાચાર અને ત્યાર બાદ બનેલી ઘટનાને પગલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉનામાં દલિત પરિવારની મુલાકાત કરવાની જાહેરાત કરી છે. જોકે, રાહુલ-કેજરીવાલની મુલાકાત પહેલા જ સીએમ આનંદીબેન પટેલ ઉના દોડી ગયા હતા. તેમજ દલિત પરિવાર સાથે મુલાકાત કરી, તેમની વ્યસ્થા સાંભળી હતી. આનંદીબેને રાજકોટ સિવિલ ખાતે સારવાર લઈ રહેલા દલિત યુવકોની પણ મુલાકાત લીધી હતી.
ઉનાની ઘટનાથી મોદીને આઘાત લાગ્યો: રાજનાથસિંહ

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ઉનાની ઘટના અંગે નિવેદન આપ્યું હતું. રાજનાથે કહ્યું હતું કે, ઉનાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવે છે. આ ઘટનાથી વડાપ્રધાન મોદીને આઘાત લાગ્યો છે. આઈપીસીની કલમ 323, 307, 395, 303, 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને CIDને તપાસ સોંપવામાં આવી છે. એસસી/એસટી સેલના ડીવાઈએસપીના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફરજમાં બેદરકારી રાખવા બદલ એક PI સહિત ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે નવ લોકોની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે દલિત પરિવારોને રાહત પેટે રૂ. ચાર લાખ આપવાની જાહેરાત કરી છે, જેમાં એક લાખ ચૂકવી દેવાયા છે.
સરકારે શું પગલાં લીધા?
રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવ અલોરિયા, કે. કૈલાશનાથન અને ડીજીપી ત્રણેયને બોલવાને સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. કેબિનેટ મિટિંગ પછી ભાજપના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંગઠનનના દલિત આગેવાનોને પોતાના જિલ્લામાં જઈને ડેમેજ કંટ્રોલ કરવા માટેની મુખ્યમંત્રી ઓફિસથી સુચના આપવામાં આવી છે. આ અંગે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ છે. ડીવાયએસપી કક્ષના અધિકારી કે. જી. સરળવા એસપી સુજાતા મજુમદાર, અને ડીઆઈજી શશીકાંત ત્રિવેદીના અધ્યક્ષતામાં કરી રહ્યાં છે. આ કેસમા અત્યાર સુધી 16 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે: વી. એમ. પારઘી, એડિશનલ ડીજી, લો એન્ડ ઓર્ડર
ઘટનાની તપાસ માટે સીઆઇડી આવી પહોંચી
ઉનાનાં મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાની તપાસ રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી છે. સીઆઇડી ક્રાઇમની ટુકડી મોટા સમઢિયાળા આવી પહોંચી હતી. જેમાં વિશેષ મહિલા એસપી સુજાતા મુઝમુદાર અને એસપી એસ. એસ. ત્રિવેદીની આગેવાની હેઠળ સીઆઇડી ક્રાઇમની ટુકડી મોટા સમઢિયાળા આવી પહોંચી હતી. અને ઘટનાસ્થળની મુલાકાત લઇ કેસનાં કાગળોનો અભ્યાસ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમનાં ડીજી પ્રમોદકુમારે મોકલેલી આ ટીમમાં ડીવાયએસપી કક્ષાનાં પી. જી. સરડવા, જૂનાગઢ સીઆઇડી ક્રાઇમનાં પીઆઇ એમ. એન. દાફડા, રાજકોટથી સીઆઇડી ક્રાઇમનાં જ પીઆઇ આર. જી. રાણા સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી CMની જાહેરાત
પ્રાથમિક તપાસ કરી કાગળોની અને ઘટનાસ્થળની તપાસ એસપી શશીકાંત ત્રિવેદીએ શરૂ કરી છે. તેઓ પ્રાથમિક રીપોર્ટ ડીજીને આપશે. હાલ તો તેઓ પોલીસ દ્વારા લેવાયેલા નિવેદનો, સાક્ષીઓનાં નિવેદનો, ક્યા ક્યા અધિકારીઓએ આ ઘટનાની મુલાકાત લીધી છે, ક્યારે લીધી છે, અને શું-શું કાર્યવાહી કરી છે તેની વીગતો મેળવી રહ્યા છે. સમગ્ર ઘટના તલ્સ્પર્શી, નિષ્પક્ષ અને ન્યાયિક રીતે થાય અને 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાય એવી જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી છે. ત્યારે ઝીણી બાબતોની પણ તપાસ કરીને ચાર્જશીટમાં સમાવેશ થાય એ માટે અત્યારથીજ કાળજી લેવાઇ રહી છે. જો કે, ગઈ કાલે એકની રીમાન્ડ પુરી થતા વધુ એક દિની મંજુર થઈ છે.
આગળ ક્લિક કરો અને વાંચો...ઉના દલિત અત્યાચારનો ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો