જૂનાગઢ: ગુજરાતનાં સીએમ અને કર્ણાટકનાં રાજ્યપાલ આજે વિમોચન કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ગુજરાતનાં મુખ્યમંત્રી  વિજય રૂપાણી તા. 11 અને 12 માર્ચનાં જૂનાગઢ અને વંથલીનાં પ્રવાસે આવી રહ્યાં છે. જૂનાગઢમાં તા. 11 માર્ચનાં સાંજે 5 વાગ્યે ટાઉન હોલમાં  સ્વ.સૂર્યકાંતભાઇ આચાર્યનાં જીવન આધારીત પુસ્તક સમર્પિત સૂર્યકાંત આચાર્ય પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ તકે કર્ણાટકનાં રાજયપાલ વજુભાઇ વાળા પણ હાજર રહેશે. આ ઉપરાંત રાજયમંત્રી જશાભાઇ બારડ હાજર રહેશે.

સ્વ.આચાર્યનાં જીવન આધારીત પુસ્તકનું વિમોચન

આ પ્રસંગે નારસિંહભાઇ પઢિયાર, મોહનભાઇ પટેલ, નાનજીભાઇ વેકરિયા, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, જવાહર ચાવડા સહિતનાં હાજર રહશે.જયારે જૂનાગઢનાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તા. 12 માર્ચનાં મુખ્યમંત્રી બપોરે 3:30 કલાકે વંથલી ખાતે સ્વામીનારાયણ ગુરૂકુળનાં કાર્યક્રમમાં હાજર રહેશે. અને  દેવપ્રસાદસ્વામી સ્કુલ અને કોલેજનું ઉદ્ધાટન કરશે. જૂનાગઢમાં  મુખ્યમંત્રીનાં કાર્યક્રમને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...