તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરનાર રોપ-વેની કામગીરી પૂરજોશમાં, ડિસેમ્બર સુધીમાં હંગામી રોપ-વે બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: મહત્વકાંક્ષી ગિરનાર રોપ-વે પ્રોજેકટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગિરનાર રોપ-વેનું કામ કરનાર ઉષા બ્રેકો કંપની રોપ-વેની કામગીરી વર્ષ 2018માં પૂર્ણ કરી દેવા માંગે છે. શુક્રવારે ઉષા બ્રેકો કંપનીનાં ચીફ જનરલ મેનેજર મનોજ પવાર, જીઓ ફીઝીકલ ટીમનાં નિષ્ણાંત, વિદેશી કંપનીનાં પ્રતિનીધી અને ઉષા બ્રેકોની ટીમે ગિરનાર સાઇટની મુલાકાત લીધી હતી. આ અંગે ચીફ જનરલ મેનેજર મનોજ પવારે જણાવ્યું હતું કે,હાલ ઓફ સાઇડની કામગીરી પૂર્ણ જવાનાં આરે છે.
 
રોપ-વેની ડિઝાઇન, સર્વે, સામાન વગેરેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. રોપ-વે પહેલા ટેમ્પરરી રોપ-વે બનાવવામાં આવશે. ટેમ્પરરી રોપ-વેની કામગીરી ટુંક સમયમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ટેમ્પરરી રોપ-વેની ટ્રોલી 5 થી 13 ટન વજનનું વહન કરી શકશે. ટેમ્પરરી રોપ-વે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે મેન પાવર કરતા ઝડપથી કામગીરી કરી શકાય. ગિરનાર રોપ-વે 2018નાં વર્ષનાં નવરાત્રીમાં પૂર્ણ કરી દેવાનો અમારો પ્રયાસ છે. ગિરનાર રોપ-વેની સામગ્રી યુરોપનાં દેશમાંથી આવશે. ગિરનાર રોપ-વે દુનિયાનો સૌથી આધુનિક રોપ-વે બનશે.
 
જીએસટી લાગુ થવાનાં કારણે ખર્ચમાં વધારો થવાની સંભાવનાં
 
ગિરનાર રોપ-વેનું ગુજરાત સ્થાપના દિન 2007માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થઇ છે. અનેક અંતરાયો દુર થયા બાદ ગિરનાર રોપ-વેની કામગીરીએ તેજગતી પકડી છે. વર્ષ 2018 સુધીમાં ગિરનાર રોપ-વે કાર્યરત થઇ જાય તેવું આયોજન છે. ગિરનાર રોપ-વે પ્રોજેકટ પાછળ રૂપિયા 110 કરોડનો ખર્ચ થનાર છે. રોપ-વેનાં ખર્ચ પાછળ વચ્ચે વધારો પણ કરવામાં આવ્યો છે. સમય જતા ખર્ચમાં વધારો કરવો પડે છે. હાલ ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થઇ છે. પરંતુ કેન્દ્ર સરકારે જીએસટી લાગું કરતા સામગ્રી મોંધી થઇ છે. જીએસટીની અસર ગિરનાર રોપ-વેને પણ પડશે. જીએસટીનાં કારણે ગિરનાર રોપ-વેનાં ખર્ચમાં વધારો થવાની સંભાવનાં છે. રોપ-વેનો ખર્ચ 10 થી 12 ટકા વધારો થવાની શકયતા છે.
 
પોલ માટે 15 થી 20 મીટર જમીનમાં ખોદકામ થશે
 
જીઓ ફીજીકલનાં નિષ્ણાંતે જણાવ્યું હતું કે, રોપ-વેનાં પોલ ઉભા કરવા માટે ગિરનારની જમીનમાં નીચે 15 થી 20 મીટર ખોદકામ કરવામાં આવશે. બાદ તેમાં પોલ ઉભા કરવામાં આવશે.
 
6 વખત સર્વે થયો હજુ 1 વખત થશે
 
ચીફ જનરલ મેનેજર મનોજ પવારે જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વેને લઇ 6 વખત સર્વે કરવામાં આવ્યો છે અને હજુ એક વખત સર્વે કરવામાં આવશે. બાદ સાઇટ ઉપર કામ કરવામાં આવશે. જેથી કરીને રોપ-વેની કામગીરી શરૂ થયા બાદ વચ્ચે બંધ ન કરવી પડે.
અન્ય સમાચારો પણ છે...