ગીરનાં એશિયાટીક સિંહ લંડનમાં બન્યા આવકનું સાધન, રૂ.2000 સુધીની ટિકીટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ:ગીરનાં સિંહોનું સંવર્ધન લંડનનાં પ્રાણી સંગ્રહાલય ખાતે થાય છે. ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ લંડનમાં સોરઠ જેવો માહોલ ઉભો કરી નેસ બનાવ્યો છે. જ્યાં વિદેશીઓ 2000 રૂપિયા સુધીની ટિકીટ ચૂકવી સિંહને જૂએ છે. ગુજરાત રાજ્યનાં ગીર વિસ્તારમાં સિંહની છેલ્લી વસતી ગણતરી મુજબ 523 સિંહોનો વસવાટ છે. 
 
સિંહનાં સંવર્ધન માટે લંડનમાં સિંહને મોકલ્યા છે
 
આ વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય તરીકે સુરક્ષિત કરાયો છે. 2011ની સાલમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ સિંહનાં સંવર્ધન માટે લંડનમાં સિંહને મોકલ્યા છે. ઝુ લોજીકલ સોસાયટીએ લંડનમાં પ્રાણી સંગ્રહાલયમાં 2016ની સાલમાં સિંહનું ઘર ખુલ્લુ મુક્યું છે. આ સંસ્થાએ સિંહનાં આવાસની માહિતી મેળવી નેસ ઉભો કર્યો છે. જ્યાં સહેલાણીઓ 2000 સુધીની ટિકીટનું ચુકવણું કરે છે. જ્યારે જૂનાગઢ સક્કરબાગમાં 20 રૂપિયાનું ચૂકવણું કરે છે.
 
ભાનુ: 2010નાં જર્મનીનાં મેલબર્ગ ઝુ ખાતે ભાનુનો જન્મ થયો છે. તેમનું હિન્દીમાં નામકરણ કરાયું છે. હાલ લંડનનાં ઝુ ખાતે તેની કેશવાળીથી આકર્ષણ જમાવે છે.
રૂબી: લડનનાં ઝુ ખાતે 2009ની સાલમાં જન્મ થયો છે. રૂબીનાં સ્વભાવને કારણે પ્રવાસીઓ તેને નિહાળે છે. તેનો મનપસંદ ખોરાક સસલું અને ઘોડો છે.
હેઇદી: 2011ની સાલમાં લંડનનાં ઝુ ખાતે હેઇદીનો જન્મ થયો છે. તેની બહેન ઇન્ડો નામની સિંહણ સાથે મજામસ્તીમાં જોવા મળે છે.
ઇન્ડો: ઇન્ડો હેઇદીની બહેન છે. તેનો જન્મ લંડનનાં ઝુ ખાતે થયો છે. તે ચુગલીખોર છે અને હેઇદી સાથે લડાઇ કરતી જોઇ શકાય છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...