તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમદા કોતરણીનો ઉત્કૃષ્ટ નમુનો જૂનાગઢની રા’ખેંગાર વાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢ શહેરથી વંથલી જતા રસ્તામાં રા’ખેંગાર વાવ આવે છે. એક સમયની સમૃદ્ધિ દર્શાવતું કોતરણી કામ આજે પણ તેવું જ છે. તેની જાળવણી પુરાતન વિભાગ કરતું નથી, પરંતુ કૃષિ યુનિવર્સિટી દ્વારા તેમની જાળવણી કરવામાં આવી રહી છે.શહેરથી પશ્વિમ દિશાએ વંથલી જતા રસ્તામાં ખેંગારવાવ નામે પુરાતન વાવ આવેલી છે. આ વાવના નામ પ્રમાણે જૂનાગઢનાં ગાદીએ ચુડાસમા વંશનો રાજા નવઘણ બીજો થયો તેનો દીકરો રા’ખેંગાર બીજાએ બંધાવી હશે.
પુરાતનવિભાગ કરતા કૃષિ યુનિવર્સિટી વધુ સાચવે છે વાવને

વાવમાં 53 જેટલા પગથીયા છે. નાળમાં થોડા ઉતરતા બંને બાજુ ગોખલા રહેલા છે જેની બાજુમાં કાંગરા, મૂર્તિઓ વગેરે ઉમદા કોતરણી કામ રહેલું છે. વાવની ઉપર જૂનાગઢના નવાબ મહાબતખાનજી બીજાએ ઉપલો જીર્ણ ભાગ પાડીને બંગલો બનાવ્યો છે. કોઠાના બીજા ભાગે સમાંતર અંતરે 6 ફુટ પહોળાઇની ફરતી ચાલ છે. નાળ તરફની દિશાએ બેસી શકાય તેવી ગોખ છે. પુરાતન સ્થાપત્યો જાળવવાની પુરાતન વિભાગે કરવાની હોય છે. પરંતુ કૃષિ યુનિવર્સિટી દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે.
જૂનાગઢનાં શાસકો નિરસ
જૂનાગઢમાં પ્રવાસી કે સંશોધનનાં હેતુસર પ્રવાસીઓ અાવે ત્યારે શહેરમાં હોર્ડીંગ્સ લાગ્યા નથી જેથી લાગે છે કે શહેરમાં અધિકારી કે પદાધિકારી તરીકે ફરજ બજાવતા શાસકો નિરસ જણાય છે.
રવિવારે શહેરનાં લોકોની મુલાકાત

શહેરમાં ફરવાલાયક સ્થળોમાં ખેંગારવાવ પ્રસિદ્ધ છે. ત્યારે રવિવાર કે રજાના દિવસોમાં લોકોની ભીડ હોય છે જ્યારે અન્ય દિવસોમાં જુજ માત્રામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો