તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં ગણેશ વિસર્જનનું આયોજન, દરીયા કિનારે માનવ મહેરામણ ઉમટ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર સોમનાથ: વેરાવળના દરિયા કિનારે જીલ્લા વહીવટી તંત્ર અને સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દરિયામાં ગણેશ વિસર્જનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. દરિયા કિનારે ગણેશ વિસર્જન દરમયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર ફાઇટર, એમ્બયુલન્સ અને લાઇફ જેકેટ સાથે તરવૈયાની રેસ્કયુ ટીમ સતત ખડેપગે હાજર રાખવામાં આવી હતી. વેરાવળના દરિયા કિનારે ગણેશ વિસર્જન નિહાળવા માટે સહપરીવાર સાથે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાના પાંચમાં દિવસે ગણેશ વિસર્જનનું આયોજન

ગણેશજી ચતુર્થીની ગુજરાતમાં અને દેશ ઉત્સુકતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે પણ અંદાજે ૪૦૦ થી વધુ સ્થળોએ જુદા જુદા મંડળો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કર્યા બાદ પરંપરા ગત રીતે સ્થાપના પાંચમાં દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું. જે અંતર્ગત શુક્રવારના રોજ ઢોલ શરણાઇ અને ડી.જેના તાલે વાજતે ગાજતે ગૌરીનંદન ગણેશજીની વિદાય સાથે વિસર્જન આયોજન કરવામાં આવ્યું હતું.

ફાયર ફાઇટર, એમ્બયુલન્સ અને લાઇફ જેકેટ તરવૈયાઓ ખડેપગે હાજર

આ વર્ષે ખાસ જીલ્લા વહીવટી તંત્ર, પાલીકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સાગરપુત્ર ફાઉન્ડેશનના સહકાર સાથે વેરાવળના દરિયા કીનારા પર ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં સાગરખેડુ એવા ખારવા સમાજ બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલની આગેવાની હેઠળ યુવાનો દ્વારા દરિયામાં દૂર દૂર સુધી ગણેશજીના વિસર્જન માટેની નોંઘપાત્ર વ્યવસ્થાનું આયોજન કરાવમાં આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા ફાયર ફાઇટર, એમ્બયુલન્સ અને લાઇફ જેકેટ તરવૈયાઓ સાથેની રેસ્કયુ ટીમ સતત ખડેપગે હાજર રહ્યા હતા. - રીતેષ ફોફંડી (સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ)
(તસવીરો: રવિ ખખર)
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો અને વાંચો, ગણેશ વિસર્જન નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો