તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરમાં મૃત્યુ પામેલ સિંહોને સોમનાથ મંદિરની સમીપે અપાઈ શ્રધ્ધાંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સફાઈ અભિયાન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા

વેરાવળ: સોમનાથ મંદિર પરીસર તથા વિસ્તારમાં આજે સવારે સફાઇ અભિયાન હાથ ધરવાની સાથે તાજેતરમાં અમરેલી જિલ્લામાં પડેલ ભારે વરસાદથી એશીયાટીક સિંહોના મૃત્યુ થયા છે તેઓને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓના હોદેદારો જોડાયા હતાં.

સોમનાથ ખાતે યોજાયેલ સફાઇ અભિયાનમાં સોમનાથ ટ્રસ્ટનાં વિજયસિંહ ,ચાવડા, સુરૂભા જાડેજા, પર્યાવરણ બચાવ સમિતિના રજાકભાઇ બ્લોચ, પ્રકૃતિ નેચર કલબના સભ્યો, વન વિભાગ, સોમનાથ યુવક મંડળ સાથે પ્રભાસપાટણ ગામનાં વિવિધ સમાજનાં આગેવાનોમાં મિલનભાઇ જોશી,છોટુભાઇ મિસ્ત્રી સહિત અનેક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી સફાઇ કાર્યમાં જોડાય કચરો એકત્ર કરેલ હતો.

આ ઉપરાંત થોડા દિવસો અમરેલી જિલ્લામાં આવેલ ભારે વરસાદથી આવેલ પુર હોનારતમાં આપણા શાન સમા 10 થી વધુ સિંહોના મોત થયેલા છે. તેઓને શ્રધ્ધાંજલી સાથે ત્રિવેણી સંગમ ઘાટે સોમપુરા બ્રહ્મસ સમાજનાં પંડીતો દ્વારા શાસ્ત્રોકતવિધિથી તેઓના અસ્થીઓનું વિસર્જન કરવામાં આવેલ હતું. ત્યારબાદ મહાદેવને જલાભિષેક કરવામાં આવેલ હતો.
અન્ય સમાચારો પણ છે...