તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢઃ માજી સૈનિકો દેશદાઝ માટે આજે પણ સરહદ પર સેવા કરવા તત્પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ માજી સૈનિકો આજના સમયે પણ દેશ સેવા કરવા માટે તત્પર છે. દેશની સેવા કરતા તેમનાં વર્ષો કેમ પુર્ણ થઇ ગયા તેમને યાદ નથી. આજની તારીખે દેશદાઝ માટે પૈસાની લાલચ વિના સેવા કરવા જણાવ્યું હતું.
દિવ્ય ભાસ્કર 4 માજી સૈનિકોને મળ્યું, પૈસાની લાલચ વિના સેવાનું જણાવ્યું
રાજકીય કાવાદાવાઅો કરતા પદાધિકારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે. મોંધવારીમાં પ્રજાનાં પૈસે પેટ્રોલ, ડીઝલનો ખર્ચો ચઢાવે છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે સાચી દેશભાવના કોનામાં રહીω એ અંગે સવાલ ઉભો થયો હતો. જૂનાગઢમાં ચાર માજી સૈનિકોને મળી દેશદાઝ માટે તમારી શું તૈયારીઓ છેω તેમ સવાલ પુછતા ચારેય માજી સૈનિકોએ પૈસાની લાલચ વિના માતૃભૂમિની સેવા કરવા જણાવ્યુ હતું. સિક્યુરીટી, રેલ્વેમાં, પોલીસમાં ફરજ બજાવે છે પરંતુ સંકટ સમયે સેવા કરવાનો મોકો મળે તો ખુબ જ ખુશી મળે તેમ જણાવ્યુ હતું. માજી સૈનિકોનો દેશ સેવા પ્રત્યે લાગણી જોવા મળે છે.

ફરી તક મળે તો આર્મીમાં જોડાવા તૈયાર છીએ
નિવૃતિ મળી તેને 13 વર્ષ જેટલો સમય થયો છે. સરકાર દ્વારા પેન્શન મળી રહ્યુ છે. આર્મીમાં જોડાવાની તક મળે તો જોડાવા માટે તૈયાર છીએે. - રાજાભાઇ બલદાણીયા, માજી સૈનિક

આર્મીમાં દેશ સેવા કરવાનો અનેરો આનંદ હતો
આર્મીમાં જોડાયા પછી અનેરો આનંદ મળતો હતો. આજના સમયે પણ સરકાર દ્વારા મોકો આપવામાં આવે તો દેશની સેવા કરવાનો ફરીથી મોકો મળે. હાલમાં પણ જોડાવવાની ઇચ્છા છે. - લલિતભાઇ વિરોજા, માજી સૈનિક

પગાર વિના સેવા કરીશ,પરત પણ નથી આવવું
ફૌજી તરીકેનો સમય હજુ પણ યાદ આવે છે. હાલમાં મોકલે તો પણ તૈયાર છું અને પૈસાની જરૂર પણ નથી. સરકાર પરિપત્ર બહાર પાડે તો પરત પણ નથી આવવું. સેવા કરવાની ભરપુર ઇચ્છા છે. - વૃજલાલ રાઠોડ, માજી સૈનિક

આર્મી બોલાવે ત્યારે બોર્ડરમાં હાજર થઇશું
28 વર્ષ આર્મીમાં નોકરી કરી છે. સુબેદાર મેજર તરીકે ફરજ બજાવી હતી. માજી સૈનિક તરીકે હાલમાં ફૌજ દ્વારા આદેશ આવે તો બોર્ડરમાં જોડાવા તૈયાર છીએ. - નલીનભાઇ ત્રિવેદી, માજી સૈનિક
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો