તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેડકડી રેન્જમાં 8 હેકટરમાં ભીષણ આગ, વનવિભાગે 4 કલાક બાદ આગ કાબુમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા: ગીર જંગલનાં પ્રવેશદ્વાર ગણાતા ડેડકડી રેન્જનાં જંગલ વિસ્તારમાં સોમવારે સવારનાં અરસામાં ભીષણ દવ ફાટી નિકળતા અને 8 હેકટરમાં પ્રસરી જતા વૃક્ષ, વનસ્પતી, ઘાંસ બળીને ખાક બન્યુ હતું. વનતંત્રનાં સ્ટાફે 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આરક્ષિત ગીર જંગલનાં ડેડકડી રેન્જનાં ખુંટણીધાર વિસ્તારમાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ આગની લપટોએ દેખા દીધા બાદ જોતજોતામાં 8 હેકટરમાં રહેલા વૃક્ષ, વનસ્પતિ, ઘાંસમાં પ્રસરી જતા બળીને ખાક થયો હતો.

 

આ ઘટનાને પગલે જંગલમાં લેન્ટેના કાપવાનું કામ કરતા મજુરો અને સ્ટાફને લઇ ઇન્ચાર્જ આરએફઓ પંપાણીયા  દોડી ગયેલ અને ફાયર લાઇન બનાવી અલગ-અલગ ભાગોમાંથી ઘાંસ, સુકા પાંદડા દુર કરાવી બપોરનાં 2 સુધીમાં આગ પર કાબુ મેળવતા વધુ નુકશાન અટકયુ હતું. જો કે, ખરેખર ક્યાં કારણોસર આગ લાગી એ અંગે તપાસ શરૂ કરાઈ છે

 

સુકા પાંદડાને કારણે દવ લાગ્યાનું અનુમાન


હાલ શિયાળાની ઋતુ હોય પરંતુ સવારથી બપોર સુધીનાં સમયમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધુ રહેતુ હોય તેમજ અમુક વિસ્તારમાં સુકા પાંદડા વધુ ખરતા હોવાથી તેના કારણે આ દવ લાગ્યો હોવાનું વન વિભાગનાં સુત્રોમાંથી જાણવા મ‌ળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...