તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વર્ષથી શૌચાલય માટે મનપામાં ધક્કા: પુત્ર 80 વર્ષનાં માતાને હાથ પકડી શૌચક્રિયા કરાવવા લઇ જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંઝરડા ગામ: હાલ જૂનાગઢ મહાનગરમાં સમાવેશ થયો છે. ઝાંઝરડામાં રહેતા શાંતાબેન માધાભાઇ પરમારે નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ શૌચાલય માટે અરજી કરી હતી. વર્ષ 2012માં શૌચાલય મંજુર થઇ ગયુ. જોકે શૌચાલય નંબર 707 આજે પણ બન્યું નથી. પાંચ વર્ષથી પરિવાર કોર્પોરેશનનાં ધક્કા ખાઇ છે. પાંચ મહિના પહેલા ચાર દિવાલ બનાવી દીધી. શૌચાલય શરૂ થયુ નથી. પરિણામે 80 વર્ષનાં શાંતાબેનને તેનો પુત્ર દિનેશભાઇ પરમાર હાથ પકડીને વાડામાં કંતાનથી બનાવેલા વૈકલ્પિક શૌચાલયમાં શૌચક્રિયા માટે લઇ જાય છે. 

10 દિવસમાં નહી બને તો ઉપાવસ 

શાંતાંબેન પરમારે મનપા PM, CM, કમિશ્નરને રજુઆત પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે,10 દિવસમાં શૌચાલય નહી બને તો મહાનગર પાલીકા કચેરી સામે ઉપવાસ કરવાની ફરજ પડશે.
 
વધું તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જુઓ...
અન્ય સમાચારો પણ છે...