તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદઃ તિરંગા યાત્રા વખતે નિયમભંગ થતા કાર્યવાહીની પાસ અગ્રણીની માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદઃ કેશોદમાં ગત તા. 20 ઓગષ્ટે સાંજે 5 વાગ્યે અજાબ ગામે તિરંગા યાત્રા અને બાઇક રેલી કાઢવામાં અાવી હતી. જેમાં કેશોદનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને એડવોકેટ કમ નોટરી હરેશભાઇ ખાનપરા તેમજ ભાજપનાં અન્ય આગેવાનો દ્વારા ચાલુ બાઇક દરમ્યાન છૂટા હાથે હેલ્મેટ વિના મોટર વ્હીકલ એક્ટની જોગવાઇનો ભંગ કર્યો છે. અને માપસાઇઝ વગરનાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા હતા. આથી તેનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એવી માંગણી ભરત લાડાણીએ કરી છે.

આ અંગે અરવિંદભાઇ લાડાણીએ વળતો સવાલ કર્યો કે, શું તેઓએ રાષ્ટ્રધ્વજ માપ્યા હતા ખરા ? વળી અજાબ ગામે શહીદોનાં પોસ્ટરો તેઓએ ફાડી નાંખ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તોડી ફોડી તેનું અપમાન તો તેઓએ કર્યું હતું. ખુદ તેમની સામે 3 કેસ થયેલા છે તેનાથી લોકોનું ધ્યાન બીજે દોરવા માંગે છે. એક બહેનનાં હાથમાંથી તો તેઓએ રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લઇને તેમને બાઇક પરથી નીચે ઉતારી દીધા હતા. હકીકતે એને રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો