તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના ધરતીપુત્રો રસ્તા ઉપર બેસી વેંચી રહ્યા છે શાકભાજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ: શાકભાજીના ભાવ આસમાને પહોચે એટલે દેકારો બોલે છે. મોંધુ શાકભાજી ખરીદ્યા બાદ તાજુ તો મળતુ નથી. દલાલી અને વેપારીઓનાં નફામાં ગ્રાહકને શાકભાજી મોંધુ મળે છે અને ખેડૂતોને ભાવ મળતા નથી. ત્યારે જૂનાગઢ તાલુકામાં કેટલાક ખેડૂતોએ વચ્ચેનો માર્ગ શોધી લીધો છે. ઝાંઝરડા થી ધંધુસર રોડ, વંથલી રોડ ઉપર કેટલાક ખેડૂતો શાકભાજી ખેતરમાંથી ઉતારી રોડ પર બેસી વેંચાણ કરી રહ્યા છે. જેથી ગ્રાહકોને તાજુ અને બજાર કરતા સસ્તુ શાકભાજી મળી રહ્યું છે.

સામાન્ય રીતે ખેડૂતો શાકભાજી ઉતારી યાર્ડમાં મુકતા હોય છે.જેમાં કિલે વધુમાં વધુ 25 રૂપિયા મળે છે.જયારે પોતે જ રસ્તા પર શાકભાજી વેંચતા યાર્ડમાં હરરાજી કરતા વધુ રૂપિયા મળી રહ્યા છે. હરરાજી કરતા કિલે 20 રૂપિયા વધુ છે. રસ્તા પર 40 થી 45 રૂપિયાનું કીલો શાકભાજી વેંચે છે. હાલ બજારમાં 60 રૂપિયા થી 80 રૂપિયા ભાવ છે. રસ્તા પર 40 રૂપિયાની આસપાસ મળે છે.

યાર્ડ કરતા અડધો અડધ તફાવત : ખેડૂત

ખેડૂત બચુભાઇ લોદરિયાએ જણાવ્યું હતુ કે, રોડ પર ત્રણ મહિનાથી શાકભાજીનું વેંચાણ કરુ છું.યાર્ડમાં હરરાજી કરતા અડધો અડધ તફાવત છે.રોજનાં 200 રૂપિયા મળી રહે છે. રવિવાર કે રજાનાં દિવસે ઓછું શાકભાજી વેંચાય છે.
મધુરમ શાક માર્કેટમાં ખેડૂતો આવવા લાગ્યા

રસ્તા પર ખેડૂતો શાકભાજી વેંચી રહ્યા છે.તેવી રીતે કેટલાક ખેડૂતો મધુરમ શાક માર્કેટમાં પણ શાકભાજી લઇને આવી રહ્યા છે.જોકે આવા ખેડૂતો પાસે ઓછા પ્રમાણમાં શાકભાજી હોય છે.જે શાકભાજીનું વાવેતર કર્યુ હતુ તે જ શાકભાજી વેંચી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો