કેશોદમાં ચાલુ વરસાદે ખોદકામ શરૂ થતા વેપારીઓમાં ભારે રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ:  કેશોદમાં  રોડ નીચો બનાવવામાં આવતા સાઈડોનાં ઉંચા થયેલા ભાગને નીચી ઉતારવા ખોદકામ તંત્ર દ્વારા શરૂ કરાતા વેપારીઓ દ્વારા ચાલુ વરસાદમાં ખોદકામ કરાશે તો માટી ધોવાઇને રોડ પર આવતા કાદવ-કીંચડ થતાં અકસ્માતો સર્જાશે તેમજ દુકાનોની આગળ ખોદકામ થતાં ગ્રાહકો અને રાહદારીઓ પડવા અથડાવવાના બનાવો બનશે તેથી કામ બંધની માંગ કરતા અણ છાજતું વર્તન કરી વેપારીઓને તગડી મુકતા આંબાવાડીના વેપારીઓએ ટપોટપ પોતાની દુકાનો બંધ કરી પોલીસ સ્ટેશન દોડી જઇને લેખીતમાં ફરિયાદ કરી હતી.
 
 
 
આંબાવાડી વિસ્તારના  સોની વેપારી છગનભાઇ સાવલીયાએ લેખીતમાં ફરિયાદ કરી જણાવ્યું હતુ કે ચાલુ વરસાદે ખોદકામ કરતા સુધરાઇ તંત્રના વેપારીઓ સાથેના વાણી વિલાસ તથા અણ છાજતુ વર્તન કરવામાં આવતા આંબાવાડી કાપડ બજારના વેપારીઓએ કરતા અધિકારીઓ -પદાધિકારીઓ  દોડતા થયા હતા. અંતે ખોદકામ બંધ રાખવાની ખાત્રી આપીને વેપારીઓના રોષને શાંત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...