તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા અને માળિયા પંથકમાં 3.1 નો ભુકંપ, લોકો ભયભીત બન્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાઃ તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ગુરૂવારે સાંજે 3.1ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર 3 સેકન્ડ રહેલ અને કોઇ નુકસાની થઇ ન હતી. તાલાલા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ગુરૂવારે સાંજે 6.30 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવેલ જેનું એપી સેન્ટર તાલાલાથી 9 કીમી દુર હરીપુરનાં જંગલ વિસ્તારમાં નોંધાયેલ. જમીનથી 6 કીમી ઉંડુ ભુકંપનું ઉદભવન હતું પરંતુ આંચકો માત્ર 3 સેકન્ડ જ રહ્યો હતો. લોકોને માત્ર અવાજની અનુભુતિ થયેલ હતી. ભુકંપની અસર તાલાલા પંથક ઉપરાંત માળિયાહાટીનાનાં ગ્રામ્ય વિસ્તારો સુધી થઇ હતી. મેંદરડામાં પણ સામાન્ય અસર જોવા મળી હતી.
માળિયાનાં જલંધરમાં નાસભાગ મચી
માળિયાનાં જલંધર ગામમાં ભુકંપનો જોરદાર આંચકો અનુભવાયેલ અને અભેરાઇ અને પાણીયારામાં રહેલ વાસણો નીચે પડી ગયા હતાં. લોકો ભયના માર્યા ઘરની બહાર નિકળી ગયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો