તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢઃ ટપક, મલ્ચીંગ, જીવામૃત આધારિત ઓર્ગેનીક ખેતીથી કાકડીનું વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢ તાલુકાના વડાલ ગામના પ્રગતિશીલ ખેડુતે ટપક, મલ્ચીંગ અને જીવામૃત આધારીત ઓર્ગેનિક ખેતીથી 14 વીઘામાં કાકડીનું વાવેતર કરી 1 વીઘે 6 હજાર કિલો કાકડીની ધારણા સેવી છે. કૃષિમેળામાં સાંપડેલ કૃષિ જ્ઞાનનાં આધારે વડાલનાં હિતેષભાઇ દોમડીયાએ ૨૦ વીઘાની જમીનમાં ઓર્ગેનીક ખેતી કરી સારૂ ઉત્પાદન મેળવી રહયાં છે.
મલ્ચીંગથી (પ્લાસ્ટીકનું આવરણ) કાકડી, તરબુચ, ગુલાબની ખેતી સાથે કપાસ, મરચી ઉપરાંત પપૈયા, ટામેટા, વેલા વાળા શાકભાજી જેવા વિવિધ પાકોની તંદુરસ્ત ખેતી કરી શકાય છે. તેઓએ ખેતરમાં મલ્ચીંગ વગર,જુના મલ્ચીંગમાં અને નવામલ્ચીંગમાંએ ત્રણ પ્રકારે મરચીની ખેતી કરી છે. તે પૈકી મલ્ચીંગ વગરની ખેતીના કપાસ, ચિભડા અને ટમેટાના પાકમાં વાયરસના રોગ, નિંદામણ અને ખાતર દવાનો ખર્ચ વધુ રહે છે.
જ્યારે મલ્ચીંગમાંકરેલાકાકડીનાં વાવેતરમાં અને અગાઉ કપાસ ટમેટાની ખેતીમાંસાવજનહીંવતરોગનીઅસર થઇ છે. ૧૪ વીઘામાં માત્ર કાકડીનું વાવેતર આ ખરીફ ઋતુમાં કર્યુ છે. વીઘે ૬ હજાર કીલો પ્રતિમાસ કાકડી મળશે જેમાંથી જો બજાર વ્‍યવસ્‍થા મુજબ કાકડી ૧૦ રૂપિયે કીલો વેંચાય તો એક વીધાની માસીક આવક રૂા. ૬૦ હજાર થાય તે મુજબ મહિને રૂા ૮.૪૦ લાખની આવક રળી આપશે એમ હિતેષભાઇએ જણાવ્યું હતું.

સેન્દ્રીય પાક પધ્ધતિથી ઉત્તમ ખેતી
ગૌમૂત્ર અને છાણમાંથી પંચગવ્ય, બીજામૃત અને જીવામૃત બનાવીને રાસાયણિક કે કીટકનાશક દવાઓના સ્થાને તેનો ઉપયોગ કરી, બીજ માવજત, પાક સંરક્ષણ, સેન્દ્રીય તત્વોની આપૂર્તિજમીનને ઉપયોગી જીવાણુઓની વૃદ્ઘિ વગેરે થકી સેન્દ્રીય પાક પદ્ઘતિનું અમલીકરણ પણ થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો