જોષીપરા અંડરબ્રીજ પાસે દેરીનો ઓટો અને પીલોરને દૂર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: શહેરનાં મજેવડી ગેઇટ પાસેનાં અંડરબ્રિજમાં એક નાગબાપાનું મંદિર છે. જેના ડિમોલીશન માટે આજે મનપાનો સ્ટાફ બપોરે બાદ જેસીબી, પોલીસ રક્ષણ સાથે પહોંચ્યો હતો. સામાન્ય રીતે મનપાની ડીમોલીશન શાખા કાર્યવાહી માટે જતી હોય ત્યારે મિડીયાને જાણ કરતી હોય છે.
 
પરંતુ આજે બરાબર નાગપંચમીનાં દિવસેજ નાગબાપાનાં મંદિરનાં ડિમોલીશનની કાર્યવાહીની નેગેટીવ છાપ ન પડે એ માટે મનપાએ ગુપચૂપ કામગિરી કરી હતી. શહેરમાં ટ્રાફિકથી લઇને વરસાદી પાણીનાં નિકાલ માટે વોંકળા પર બનેલા ગેરકાયદેસર બાંધકામોની લાજ કાઢતી મનપા એવા બાંધકામો પણ તોડે એવી માંગ ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...