તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં મૃત સિંહણનું પીએમ, ગર્ભમાં બે સિંહ બાળનાં મોત થયાનું ખુલ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાઃ તાલાલાનાં સાંગોદ્રા પાસેથી ગત તા.1 નાં સિંહણનો મૃતદેહ મળી આવ્યાં બાદ ગુરૂવારે પીએમ રીપોર્ટ આવતાં ગર્ભમાં બે બાળનાં પણ મોત થયા હોય વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. હત્યારાઓને શોધવા વનતંત્ર અથાગ પ્રયત્નો કરી રહયું છે.
તાલાલાનાં સાંગોદ્રા પાસેથી મળી આવેલ, હત્યારાઓને શોધવા વનતંત્ર ઉંધે માથે

સાંગોદ્રા પુલ નીચેથી હિરણ નદીનાં પાણીમાંથી ગત 1 સપ્ટે. નાં 7 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવતાં તેનું મૃત્યુ ઇલેકટ્રોકયુશનથી થયેલ હોવાનું માલુમ પડેલ. મૃતદેહને સાસણ એનિમલ કેર સેન્ટરનાં પશુ ચિકિત્સકોની પેનલ દ્વારા પીએમ કરાતાં ગર્ભમાં બે મૃત સિંહબાળ પણ મળી આવેલ. એક સાથે ત્રણ – ત્રણ સિંહની હત્યાથી સમગ્ર વનપરિવાર અને વન્ય પ્રાણીપ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી પ્રસરી છે. આ સિંહણનાં હત્યારાઓને શોધવા વનતંત્ર અથાગ પ્રયત્નો કરી રહયું છે અને કોઇની પાસે જરૂરી માહિતી હોય તો તાલાલા રેન્જ કચેરીનાં ફોન નં.02877-222403 પર જાણ કરવા અપીલ કરાઇ છે.

બે વર્ષનાં બે સિંહબાળ હજુ લાપતાઃ આ સિંહણ બે વર્ષનાં બે સિંહબાળ સાથે જોવા મળી હતી અને તેનાં આ બે બચ્ચા હજુ પણ લાપતા હોવાનું જાણવા મળે છે.
મૃત સિંહણને પુષ્પાંજલિ અપાશેઃ વન વિભાગ તથા ઇકોકલબનાં સંયુકત ઉપક્રમે આલ્ફા સ્કુલ તાલાલા ખાતે તા.13નાં સવારે 10 વાગ્યે મૃત સિંહણનાં આત્માની શાંતિ અર્થે પુષ્પાંજલિ
કાર્યક્રમ યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો