બગસરા: દિકરીને કરિયાવરમાં ગાયનું ઘી, 4 વેદ, રાષ્ટ્ર રક્ષા માટે તલવાર અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
બગસરા: બગસરામાં રહેતા એક લેઉવા પટેલ પરિવાર દ્વારા પોતાની દિકરીનાં લગ્ન વેદોક્ત વિધિ અને સાત્વિક ભોજન સાથે કરી સમાજને નવી રાહ ચીંધી છે.બગસરાનાં નગરપાલિકાના કર્મચારી કમલેશભાઇ સેંજલીયા દ્વારા પોતાની એમબીબીએસ દીકરી નિકિતાના લગ્નમાં મનસુખભાઇ સેંજલીયાના માર્ગદર્શન હેઠળ પુરાતન પરંપરા ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
 
રાષ્ટ્ર રક્ષા માટે તલવાર ભેટ સ્વરૂપે આપવામાં આવી 
 
તેમજ લગ્ન દરમિયાન પાન, માવા, ગુટકા, તંબાકુનું સેવન ન કરવા માટેના બેનરો લગાવાયા હતા.પોતાની લાડકવાયી દિકરી નિકિતાને પણ કરીયાવર સાથે ગાયનું શુધ્ધ ઘી, ચારવેદ, રામાયણ, ભાગવત, નીતિશતક તેમજ રાષ્ટ્ર રક્ષા માટે તલવાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત સાસરીયામાં લગ્નની યાદી માટે પારિજાત અને બોરસલ્લીના વૃક્ષનુ઼ વાવેતર કરાવવામાં આવ્યું હતું.
 
કોકાકોલા કે પેપ્સી જેવા પીણાને બદલે શેરડીના રસ 
 
આ ઉપરાંત મહેમાનો માટેના ભોજનમાં પણ કોઇ પણ પ્રકારના ભેળસેળ વાળી અખાદ્ય સામગ્રીનો ઉપયોગ અટકાવીને ગાયના ઘી માંથી લાડુ તૈયાર કરાવી પીરસાવ્યા હતા. કોકાકોલા કે પેપ્સી જેવા પીણાને બદલે શેરડીના રસ અને ગાયના દધથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આજના સમયમાં પુરાતન વેદોક્ત વિધિ તેમજ સાત્વિકતાને મહત્વ  આપનારા આ લગ્ન દ્વારા અનેક લોકોને પ્રેરણાદાયી બની રહ્યા છે.  
 
સાસરીયામાં પારીજાત અને બોરસલીના વૃક્ષનું વાવેતર
 
લેઉવા પટેલ પરિવાર દ્વારા પોતાની લાડકવાયી દિકરી નિકિતાને પણ કરીયાવર સાથે ગાયનું શુધ્ધ ઘી, ચારવેદ, રામાયણ, ભાગવત, નીતિશતક તેમજ રાષ્ટ્ર રક્ષા માટે તલવાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત સાસરીયામાં લગ્નની યાદી માટે પારિજાત અને બોરસલ્લીના વૃક્ષનુ઼ વાવેતર કરાવવામાં આવ્યું હતું. પ્રસંગમાં દિકરીને આ રીતે વળાવવાની યાદને આવેલા મહેમાનોએ આવકારી હતી.
અન્ય સમાચારો પણ છે...