જૂનાગઢમાં ડહોળા પાણીથી રોગચાળો ફેલાવાની સંભાવના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢના વોર્ડ નંબર 9 માં મનપા દ્વારા અત્યંત ડહોળું પાણી વિતરણ કરવામાં આવતું હોય લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. કરોડો રૂપીયાના ટેકસ ભરવા છતાં કોર્પોરેશન ચોખ્ખું પાણી પણ વિતરણ કરી શકતું ન હોય આ રૂપીયા અધિકારીઓ પોતાની સુવિધા વધારવામાં વાપરતા હોવાનો આક્ષેપ કરી વોર્ડ નંબર 9 ના કોર્પોરેટરોએ આ મામલે સત્વરે ઘટતું કરવા માંગણી કરી છે.

 જૂનાગઢ મનપાના કમિશ્નરને પાઠવેલા પત્રમાં વોર્ડ નંબર 9 ના કોર્પોરેટરો અદ્રેમાન પંજા, વિજય વોરા અને સેનીલાબેન થૈઇમે જણાવ્યું છે કે મનપા દ્વારા વિતરીત કરાતું પાણી પીવા લાયકતો નથી ન્હાવા લાયક પણ નથી. અત્યંત ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત વ્યકત થઇ રહી છે. ત્યારે તાત્કાલીક ચોખ્ખું પાણી વિતરીત કરવાની વ્યવસ્થા કરવા માંગણી  છે. ડહોળા પાણીથી  ઝાડા, ઉલ્ટી, મરડો તથા કમળો થવાની શકયતા પણ સેવાઇ રહી છે.
 
રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની ?

 7 થી 8 દિવસથી ડહોળું પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણી પીવા લાયક નથી. પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નિકળશે તો જવાબદારી કોની.   
 
અન્ય સમાચારો પણ છે...