તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં રાત્રે બસ સળગાવવાનો પ્રયાસ, કોડીનારમાં સામુહિક વિલોપનની ચિમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાઃ તાલાલા શહેરમાં બસ સ્ટેશનમાં નાઇટ હોલ્ટમાં રહેલ બસોને સળગાવવા સોમવારે મોડીરાત્રે ટોળુ એકઠું થયુ હોવાના સમાચાર મળતા પોલીસ દોડી ગઇ હતી અને સલામતી ખાતર ચાર બસોને રાત્રે જ વેરાવળ ડેપો ખાતે મોકલી દેવામાં આવી હતી.

ઊના તાલુકાનાં સમઢીયાળા ગામે દલિત યુવાનો .પર કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં માર માર્યો હોવાનાં બનાવથી વિવિધ વિસ્તારોમાં દલિત સમાજમાં રોષ પ્રસરી ગયો છે. તાલાલા તાલુકામાં દલિત સમાજે ગઇકાલે શાંતિપૂર્ણ આવેદનપત્ર આપેલ. પરંતુ સોમવારે મોડીરાત્રે તાલાલા બસ સ્ટેશનમાં નાઇટ હોલ્ટમાં રહેલ ચાર બસો વેરાવળ-તાલાલા (શટલ), રાજકોટ-તાલાલા, બગસરા-તાલાલા, તાલાલા-માળિયા-જૂનાગઢ હતી. ત્યારે મોટું ટોળું બસ સ્ટેશન પાસે રાત્રીનાં બે વાગ્યા આસપાસ એકઠુ થયેલ અને વેરાવળ-તાલાલા શટર બસને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ પરંતુ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને એસટી વિભાગનાં અધિકારીને જાણ કરી બસોને સલામતી ખાતર વેરાવળ ડેપોમાં રવાના કરવામાં આવેલ સાવરે પણ બે બસો જૂનાગઢ તરફ ગયેલબાકીનાં રૂટોની બસોને રોકાવી પોલીસે પરત મોકલી દીધેલ તાલાલા પંથકમાં બસ સળગાવવાનાં પ્રયાસ થયાની ચર્ચાથી અજંપાભરી સ્થિતી બની ગઇ છે.

અત્રે નોંધનીય એ છે કે, મોટા સમઢીયાળાની ઘટનાને પગલે ઠેર ઠેર આંદોલનનો, આવેદન પત્રો સહિત નાં બનાવો બની રહ્યાં છે. ત્યારે આ તકે રસ્તા રોકો અને જાહેર અસ્કાયમતને નુકશાની પહોંચાડવાનાં પણ બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સાવચેતીનાં પગલે બસ સળગતી બચી ગઈ હતી.
તાલાલા બંધનાં એલાનને લઇ અસમંજસ
તાલાલા દલિત સમાજનાં આગેવાનોએ પત્રીકા છપાવી 21 જુલાઇને ગુરૂવારનાં તાલાલા શહેર બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારીઓને અનુરોધ કર્યો છે. ત્યારે આજે બપોરબાદ ગુજરાત બંધનું એલાન જાહેર કરતા તાલાલા શહેરમાં બંધને લઇ અસમંઝસ થવા લાગ્યું છે. બંધનાં એલાનની પત્રીકા વિતરણ તાલાલા શહેરમાં કરાઇ છે.

કોડીનારમાં દલિત યુવાનોની સામુહિક વિલોપનની ચિમકી
કોડીનારઃ કોડીનારમાં દલિત સમાજે ઊનાની ઘટનાનાં વિરોધમાં મંગળવારે ચક્કાજામ કરી યુવાનોએ સામુહિક આત્મવિલોપનની ચિમકી આપતું આવેદન મામલતદારને આપ્યું હતું.
કોડીનારમાં મંગળવારે બપોરનાં અરસામાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજનાં યુવાનોએ એસટી બસ સહિતનાં વાહનોને રોકી બે કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. પોલીસ કાફલાએ તુરંત દોડી જઇ સમજાવટ કરી ટોળાને વિખેરી નાંખ્યા હતાં.
કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો. બાદમાં દલિત સમાજે મામલતદારને આવેદન આપી ઊનાની ઘટનામાં સંડોવાયેલા 30 થી 35 શખ્સો તમામની પાંચ દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો 100 થી 150 દલિત યુવાનો સામુહિક આત્મવિલોપન કરશે એવી ચિમકી આપી હતી. તેમજ મોટાસમઢીયાળાનાં સરપંચને હોદાપરથી દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો