તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનામાં દલિત સંગઠનો આજથી ધરણાં કરશે, તંત્ર સામે મૂકી છ માંગણીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઃ સડકથી સંસદ સુધી ગાજેલી ઊના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે કહેવાતા ગૌ રક્ષક અને શિવ સૈનિકો દ્વારા આચરેલા દલિત પરિવાર પર અત્યાચાર અને જધન્ય અપરાધની ઘટનાનાં આરોપીઓને કડક અને શિક્ષાત્મક પગલા લેવાય અને ભવિષ્યમાં કહેવાતા આવા ગૌ રક્ષકો નામે ગુંડાગીરી આચરતા તત્વો પેદા ન થાય તેવી ધાક બેસાડી અને પીડીત પરિવારને ન્યાય મળે તેવા હેતુસર અહિંસક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી જાહેર જન જીવન પર અસર ન પડે તે રીતે ધરણા સત્યાગ્રહ આંદોલન કરવા આવેદનપત્ર ઊના મામલતદારને મંગળવારે સમસ્ત યુવા દલિત સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસન પાસે છ મુદ્દાનો તાકીદે ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.
છ માંગણીઓમાં ન્યાય નહી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : તંત્રને આવેદન
આ દલિત યુવાનોએ સમઢીયાળા ગામની ઘટનામાં સંડોવાયેલા 30 થી 40 ગુનેગારોને તાકીદે પકડી કડક સજા કરવા તેમજ બની બેઠેલા અસામાજિક સંગઠનો પર પ્રતિબંધ મુકવા માંગણી કરાયેલ છે. આ ઉપરાંત ઊના તાલુકાનાં ખિલાવડ ગામે અગાઉ ગૌરક્ષક દ્વારા કરાયેલા અત્યાચારની તપાસ ગીરગઢડા પોલીસ અને તંત્ર દ્વારા પગલા ભરાયા નથી. ઊના તાલુકાનાં મોઠા ગામે વહિવટી તંત્ર દ્વારા અત્યાચાર કરી આસ્થાને ઠેસ પહોંચાડી સ્વાભિમાનહીન કરતુત કરી ગૌતમ બુદ્ધ પ્રતિમાને ધ્વંસ કરનાર સામે તપાસ કરી કાર્યવાહી કરવા ઊનાનાં મોઠા ગામનાં 30 દલિત પરિવારોની દુધાળા ગામે આવેલ સાથણીની જમીન શરત ભંગ કરેલ તેમાં યોગ્ય ન્યાયની કાર્યવાહી કરી કબજો સોંપવા તેમજ ઊનાનાં આંકોલાળી ગામનાં દલિત સમાજને હિજરતી જાહેર કર્યા બાદ ન્યાયિક ચુકાદા અને માંગણીઓ કરવા છતાં સંથાતર કરવા સંતોષપૂર્વક પીડિત પરિવારને વહિવટીતંત્ર દ્વારા ન્યાય આપવામાં આવેલ નથી. દલિત સમાજનાં આરટીઆઇ એક્ટીવિસ્ટ પર થયેલા જીવલેણ હુમલાની તપા કરી કાર્યવાહી કરવા સહિત 6 માંગણીઓ સાથે આવેદન પત્ર આપેલ છે.
સામૂહિક આપઘાત કરવાની ચિમકી ઉચ્ચારી
ઉપરોકત છ માંગણીઓ તાત્કાલિક વહિવટી તંત્રનાં જવાબદાર અધિકારીઓ સંતોષપૂર્વક ઉકેલ લાવે આ માંગણીઓ સાથે આવતીકાલ તા.20 જુલાઇ 2016 નાં રોજ આંબેડકર પ્રતિમા પાસે ધરણા પર બેસવા આવેદન પત્ર આપેલ તેમ છતાં માંગણી ઉકેલ નહીં આવે તો પ્રતિક આંદોલન. ત્યારબાદ આમરણાંત ઉપવાસ આંદોલન કરાશે તેમ છતાં વહિવટી તંત્ર દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો છેલ્લે સામૂહિક આપઘાત કરવા ચિમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે. યુવા દલિત સમાજ સંગઠન દ્વારા અપાયેલા આવેદન બાદ તેમના આગેવાનોએ અધિકારી મામલતદાર સોલંકીને જણાવેલ કે આ આંદોલન શાંતિ મજદારી અહિંસક અને એખલાસભર્યા જાહેર જન જીવન પર કોઇ અસર ન પડે તે રીતે ચલાવવામાં આવશે. અને તંત્ર દ્વારા પોલીસ પ્રોટેકશન પણ આપવા માંગણી કરેલ છે અને વહિવટી તંત્રનો સહયોગ માંગવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો