રાહુલ ગાંધીએ દલિત પરિવારના ઘરે પીધી ચા
દલિત પરિવારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે વાતચીત કરતી વખતે ચા પણ પીધી હતી. રાહુલે ઘરના મોભી સાથે સ્ટિલની રકાબીમાં જ ચા પીધી હતી. આ માટે કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
પીડિત પરિવારના વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા
સમઢીયાળાની મુલાકાત વખતે રાહુલ ગાંધી દલિત પરિવારના મોભીઓને પગે પણ લાગ્યા હતા. પરિવારના તમામ સભ્યોને મળીને તેમની વાત સાંભળી હતી. જોકે, રાહુલે મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. તેમજ ઉનાની મુલાકાત બાદ સીધા રાજકોટ જવા રવાના થઈ ગયા હતા.
પીડિત પરિવારને રૂપિયા 5-5 લાખની સહાય
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'આ ઘટના ખેદજનક છે, આ રાજકીય મુદ્દો નથી પરંતુ માનવીય મુદ્દો છે. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. હાઇકોર્ટનાં જજ મારફતે તપાસ કરાવવામાં આવે તો હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસ તરફથી પીડિત પરિવારને રૂપિયા 5-5 લાખની સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે, નબળા લોકોને દબાવવામાં આવે છે.'
દલિતો દુઃખની ઘડીમાં એકલા નથી, અમે તેમની સાથે જ છીએઃ પ્રફુલ પટેલ
પીડિત પરિવારની મુલાકાતે આવેલા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, 'પીડિત પરિવારની વાત સાંભળી દુઃખ થયું છે. જે ઘટના બની તે ઘણી જ શરમજનક છે. પીડિત પરિવારને મળવાનું એકમાત્ર કારણ એ જ છે કે આ દુઃખની ઘટનામાં તેઓ એકલા નથી, અમે તેમની સાથે છીએ. દલિતોને સરકાર દ્વારા એવી હૈયાધારણા પણ નથી મળી કે તેમની સાથે ન્યાય થશે. અમે રાજ્ય અને દેશના દલિતો સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ, તેઓ આ લડાઈમાં એકલા નથી'. મુલાકાત પહેલા દીવ એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે, 'અમે અહીં રાજનીતિ કરવા માટે નથી આવ્યા, લોકોને સાંત્વના આપવામાં માટે આવ્યા છીએ. ગુરાતની સામાજિક સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, ઘણા સમયથી ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે.'
પીડિત પરિવારને NCP દ્વારા 2-2 લાખ ની સહાય
પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. સરકારની નિષ્ફળતાનાં લીધે રાજ્યમાં આવી ઘટનાઓ બને છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકાર નિષ્ફળ ગઈ છે. ઘટના બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આટલા દિવસે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા તે પણ ખેદજનક છે. પ્રફુલ પટેલે પીડિત પરિવારને એનસીપી તરફથી રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો દલિત યુવાનની વ્યથા...'સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે': જીતુભાઇ.