તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીબીની તપાસ માટે વડોદરા જવું નહી પડે,દાહોદમાં હવે નિદાન ઘર આંગણે થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં પછાતપણુ આજે પણ છે. જેથી કેટલાક ગંભીર રોગો વિશે જાગૃત્તિના અભાવે ગરીબો તેનો ભોગ બનતા હોય છે. આવો જ એક રોગ ટીબી છે ત્યારે હવે ગંભીર ટીબીની તપાસ પણ દાહોદમાં જ થઇ શકે તેવી અદ્યતન લેબોરેટરી બની જતાં હવે સેમ્પલ વડોદરા મોકલવા નહી.દાહોદ જીલ્લાની વસ્તી 21 લાખને આંબી ગઇ છે. તેમાંથી 75 ટકા વસ્તી આદિજાતિઓની છે. જેમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે.
- દાહોદમાં હવે ટીબીનું નિદાન ઘર આંગણે થશે
- હવે ટીબીની તપાસ માટે વડોદરા જવું નહી પડે : દાહોદ ક્ષય કેન્દ્રમાં જ જીન એક્સપર્ટ મશીન સાથેની લેબોરેટરી શરૂ
- વડોદરા મોકલવામાં આવતા સેમ્પલનું નિદાન 2 થી 4 માસમાં થતું હતું હવે 2 કલાકમાં જ રિપોર્ટ મ‌ળી શકશે
જેથી નિ:શુલ્ક આરોગ્ય સેવા અને શિક્ષણની સુવિધા આશીર્વાદ સમાન છે. એક સમયે રાજ રોગ કહેવાતા ટીબીના દર્દીઓનુ પ્રમાણ અહીં વધારે છે. જો કે હવે આરએનટીસીપી અંતર્ગત ચાલતી કામગીરીને કારણે દર્દીઓ શોધી શકાય છે અને તેને ઘરે જઇ નિયમિત ‘ડોટ્સ’ ગોળી આપવામાં આવે છે તેથી મૃત્યુ થતા અટકે છે.આ રોગના વિવિધ તબક્કા પૈકી છેલ્લા તબક્કાને mdr કહેવાય છે. તેને કારણે દર્દીનુ મૃત્યુ થવાની પૂર્ણ સંભાવના છે. ટીબીની તપાસ માટે દર્દીનો એક્સરે પડાય છે તથા તેના ગળફાની તપાસ કરાય છે અને તેના પરથી દર્દીને કયા તબક્કાનો ટીબી છે તે નક્કી કરાય છે.
સૌથી અંતિમ ગંભીર તબક્કા mdr ની તપાસ કરવા ગળફાનુ સેમ્પલ વડોદરા ક્ષય કેન્દ્રમાં મોકલવું પડતું હતું અને રિપોર્ટ આવતા 2 થી 4 મહિના લાગતા હતા. હવે દાહોદ ક્ષય કેન્દ્રમાં જ જીન એક્સપર્ટ મશીન સાથેની લેબોરેટરી શરૂ થઇ ગઇ છે. જેથી જિલ્લાના દર્દીઓના સેમ્પલ હવે વડોદરા મોકલવા નહી પડે અને 2 કલાકમાં જ નિદાન થઇ શક્શે.
ગરીબોના નાણાં, સમય, જીવન બચશે
ખાનગી લેબોરેટરીમાં mdr ટીબીનું પરીક્ષણ કરવાનુ હોય તો 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે આ મશીનથી જિલ્લા ટીબી સેન્ટરમાં નિ:શુલ્ક પરીક્ષણ કરી આપવામાં આવે છે. આ મશીનથી દર માસે 300 દર્દીઓનુ પરીક્ષણ કરી શકાય છે.આ મશીન હાઇલી સેન્સીટીવ અને સ્પેસીફીકેશન હોવાથી તેનો લાભ થશે તેમજ જિલ્લાના જરૂરિયાતમંદોના નાણાં, સમય અને જીવન બચશે.-ડો.પી.આર.સુથાર, ડીટીઓ

આગળની સ્લાઇડમાં વાંચો,જિલ્લામાં શોધાયેલા દર્દીઓ,છોટાઉદેપુર અને આણંદને પણ લાભ,Hiv અને બાળકોને વિશેષ લાભ...
અન્ય સમાચારો પણ છે...