ગૌહત્યાને લઇ જન્મટીપની સજાનો કાયદો લાવીશું,ચૂંટણી વ્હેલી નહી થાય: CM

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગૌવંશની કતલ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. તેનો બાદમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં ગુજરાત સરકારની જીત થઈ છે. ત્યારે હવે આ કાયદા ને વધુ કડક બનાવાશે. અને એ માટે ગૌવંશની કતલ કરનારને જન્મટીપની સજાની જોગવાઈ કરતો કાયદો ગુજરાત સરકાર આગામી દિવસોમાં લાવી રહી છે.ચૂંટણી અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ 5 વર્ષનો મેન્ડેટ આપ્યો છે. ચૂંટણી વ્હેલી નહી થાય. 
 
ગુજરાતની જનતાએ 5 વર્ષનો મેન્ડેટ આપ્યો છે
 
એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમ પહેલાં પત્રકારોએ ઉત્તર પ્રદેશમાં મળેલી ભાજપની જીતને પગલે ગુજરાતમાં વ્હેલી ચૂંટણી અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ 5 વર્ષનો મેન્ડેટ આપ્યો છે. ચૂંટણી વ્હેલી નહી થાય.  
 
દારૂબંધીમાં વધુ સજા બહેનોને ગમશે
 
રૂપાણીએ પોતાના ભાષણમાં દારૂ બંધી કડક બનાવી બુટલેગરોને 10 વર્ષની સજા અંગે કહ્યું હતું કે, બહેનોને આ કાયદો ગમશે. કારણકે, દારૂ પીતો ઘરનો મોભી આખા પરિવારને બરબાદ કરે છે.
 
વંથલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોલેજ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું 

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે સહજાનંદ સ્વામી શૈક્ષણિક સંકુલમાં નવા બનેલા કોલેજ અને સ્કુલ બિલ્ડીંગનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રોચ્ચાર વચ્ચે ઉદ્ઘાટન કર્યું હતું.
 
સંતો 150 બેઠકો માટે રોજ 1 માળા કરશે
 
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો મળે એ માટે રોજ 1 માળા કરવાનો સંકલ્પ ઉપસ્થિત સંતોએ વ્યક્ત કર્યો હતો.
 
રામ મંદિરનો પ્રશ્ન હવે સરળ બનશે : પ્રેમસ્વરૂપ સ્વામી
 
કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં 325 થી વધુ બેઠકો મળતાં અયોધ્યામાં રામ મંદિરનો પ્રશ્ન સરળ બની ગયો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,દિવ્ય ભાસ્કરનાં હેડીંગને યાદ કર્યુ...
અન્ય સમાચારો પણ છે...