જૂનાગઢ: ‘ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ’ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ મહાનગર પાલીકાના સત્તાધિશોએ કોર્પોરેશનના શૌચાલય અને પાછળના ગેઇટને તાળા લગાવી દીધા હતા. જેને કારણે અરજદારો અને કર્મચારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે મંગળવારે કોંગ્રેસી કોર્પોરેટરોએ લોકોને આ સુવિધા મળતી રહે તે માટે તાળા તોડી નાખ્યા હતા. જ્યારે બીજા દીવસે ફરીથી તાળા મારી દીધાં હતાં જેનાને લઈને કોંગ્રેસ ચીમકી આપી હતી જેમાં કહ્યું હતું કે 10 તારીખે શૌચાલય અને ગેઈટના તાળા નહીં ખુલે તો હડતાલ કરવાની ચીમકી આપી હતી. જ્યારે આજે ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ અને નરેન્દ્ર મોદી હાય હાયના નારા લગાવ્યા હતાં. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી જ્યાં 8 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. 
  કોર્પોરેટર સહિત 8 લોકોની પોલીસે કરી અટકાયત 

જૂનાગઢ મહાનગર પાલિકાના સત્તાધિશોએ કોર્પોરેશનના શૌયાચલો અને પાછળ આવેલા ગેઈટને તાળા મારી દીધાં હતાં જેના કારણે અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલીઓ પડી રહી હતી જોકે થોડા દિવસ પહેલાં કોંગ્રેસના કાર્પોરેટર અને કાર્યકર્તાઓ તાળા તોડી નાખ્યા હતાં. જ્યારે આજે ફરીથી કોંગ્રેસના કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ મહાનગર પાલિકામાં આવતાં પોલીસ બોલાવવી પડી હતી. કોર્પોરેશનમાં કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ચીમકી આપીને કહ્યું હતું કે જો 10 તારીખ સુધી શૌચાલય અને ગેઈટના તાળા નહીં ખુલે હડતાલ કરીશું. જ્યારે આજે કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ અને નરેન્દ્ર મોદી હાય હાયના નારા લગાવ્યા હતા જેના કારણે 8 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી. 

થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસ કોર્પોરેટર અને કાર્યકરોએ તોડ્યા હતા તાળાં

કોર્પોરેશન ખાતેના મેઇન પ્રવેશ દ્વારથી સીડી ચડતાજ શૌચાલય બનાવેલા છે. જોકે અહિયાં ઘણા સમયથી સત્તાધિશોએ કોઇ કારણોસર તાળા મારી દીધા છે. એજ રીતે કોર્પોરેશનના પાછળના ગેઇટ પર પણ તાળા મારી લગાવી દેવામાં આવ્યા હતા જેથી વાહન ચાલકોને ફરીને ફરજીયાત મેઇન ગેઇટથીજ પ્રવેશ કરવો પડતો હતો. ઘણા સમયથી શૌચાલય તેમજ પાછળનો ગેઇટ શરૂ કરવા રજુઆતો થઇ હતી પણ કોઇ નિષ્કર્ષ ન નિકળતા કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલા બેન પરસાણા, દાનભાઇ કેશવાલા અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓએ લોકોને સુવિધા મળી રહે તે માટે તાળા તોડી ગેઇટ તથા શૌચાલયને ખોલી નાખ્યા હતા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોર્પોરેટરે કહ્યું, જાહેર મિલ્કતને તાળા ન હોય
અન્ય સમાચારો પણ છે...