તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઘેર પંથકમાં વિકાસને ગાંડો કરવા કલસ્ટર શૌચાલય બની ગયા, પેમેન્ટ ચૂકવવાનાં ફાંફા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના: સ્વચ્છતા નામે જાહેર ખુલ્લામાં શૌચ મુક્ત નામે અભિયાન ચલાવી ગામડે ગામડે તલાટી મંત્રી સરપંચો અને પંચાયત કચેરી પર દબાણો લાવી મનરેગા યોજના અંતર્ગત કલસ્ટર શૌચાલયના કામો પૂર્ણ કરાવવા વિકાસને ગાંડો કરી દેવાયેલ હતો. અને મહત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર  યોજના  મનરેગા હેઠળ ચાલતા કામોમાં 60:40 એટલે કે 60 ટકા મંજુરી પેમેન્ટ અને 40 ટકા રકમના મટીરીયલના પાકા કામો  કરવાના નિયમ જોગવાઇ  હોય આ જોગવાઇ અનુસંધાને દરેક વિસ્તારની ગ્રામ પંચાયતને કલસ્ટર શૌચાલય (ગૃપ)માં બનાવવા ફરજ પાડેલ હતી. અને સરકારે પોતાના માનીતા અધિકારી પાસે કામો લેવડાવાયા હતા. અને પોતાનો ટારગેટ પુરો થયા બાદ તેના પેમેન્ટ છેલ્લા એક વર્ષ જેવા લાંબા સમયથી ચુકવાતા ન હોવાના કારણે ભાજપ -કોંગ્રેસ પ્રેરીત પંચાયતોના સરપંચ ભારે દેકારો મચાવી રહ્યા છે. 

ધારાસભ્ય પુંજાભાઇ વંશએ વહીવટ તંત્રના વડાઓ પાસેથી મેળવેલી વિગત મુજબ ગીર-સોમનાથ જિલ્લાના સૌથી મોટા છેવાડાના વિસ્તારનો ઉના અને ગીરગઢડા તાલુકાની 49 ગામ પંચાયત કચેરી પાસે કલસ્ટર શૌચાલય બનાવી લીધા બાદ આ ગામોની કુલ રકમ 75 લાખ 55 હજાર જેટલી બાકી પડેલ હોય તેના બીલો ઓનલાઇન નાખવાની મનાઇ ફરમાવી કાયદેસર અને ગુંણવતા વાળા કામો થતા હોય અધિકાઓની  તપાસ થયેલ હોવા અને કિલીયર પ્રમાણપત્ર મેળવી લીધા પછી પણ મનરેગા હેઠળ ઓનલાઇન ગ્રાન્ટ ન અપાતા આટલી મોટી રકમ મેળવવા પંચાયત વહીવટ પદાધિકારીઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઘક્કા ખાઇ રહ્યો હોવા છતાં તંત્ર દ્રારા કોઇ જવાબ ન મળતો હોવાના કારણે ગામડાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

માત્ર ગીર-સોમનાથના વેરાવળ તાલુકાને બે કરોડની રકમ ચૂકવી અન્ય તાલુકાને ઠેંગો

ધારાસભ્ય પુંજાભાઇ વંશએ જીલ્લા પંચાયતની ગ્રામવિકાસ એજન્સીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરતા જણાવલ કે ભૂતકાળમાં ગીર સોમનાથ જીલ્લા વેરાવળ, સુત્રાપાડા, સહીત તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ પૂરસંક્ષણ દિવાલના લાખો રૂપિયાના કામો માત્ર કાગળ પર દેખાડી મોટો ભ્રષ્ટાચાર કરાયેલ આવા કામોની ભ્રષ્ટાચારની તપાસ ચાલુ હોય રેકર્ડ પર સાબીત થયેલ હોય તેવા કામોના બીલો શબ્દોની માયાજાળ ગોઠવી નરેગા સોફ્ટની પાઇપ લાઇન હેઠળ આવા કામોના બીલના પીટીઓ જનરેટ કરી પેન્ડીંગ બતાવી બાયાબીલીટી તરીકે દર્શાવવા અને આવા બનાવેલ બીલોના ચુકવણા અગ્રતા ક્રમે કરવા તા.12 જુલાઇ 2017ના પરીપત્ર આવતા અને 2017-18ના નાંણાકીય વર્ષમાં ગીર-સોમનાથ જિલ્લાને તાલુકા દીઠ ગીરગઢડા તાલુકાને 6.5 લાખ, કોડીનારને 0.25 લાખ, પાટણ વેરાવળને 2 કરોડ 40 લાખ 81 હજાર, સુત્રપાડા 0.44 લાખ, તાલાલા 3.44 લાખ માંથી એક માત્ર વેરાવળ 2 કરોડ 40 લાખ 81 હજાર ઉપાડી લેતા બીજા તાલુકાને અન્યાય થતાં ઉના અને ગીરગઢડા તાલુકાના 49 ગ્રામ પંચાયતના કાયદેસરના બનેલા કલસ્ટર શૌચાલય અને રાજીવગાંધી સેવા કેન્દ્રની તેમજ વ્યક્તિગત શૌચાલયના કામ કરનારા લોકો એજન્સી અને ગ્રામ પંચાયતના 75 લાખ કરતા વધુ નાણાં સલવાય જતાં મુશ્કેલીમાં મુકાયા છે.

 49 ગામોમાં 83 કામોના નાણા બાકી

ગીરગઢડા તાલુકાના 17 ગામના 29 કલસ્ટર શૌચાલયની કુલ રકમ 25,36,324 તેમજ રાજીવગાંધી ભવનની 4,89,000 તેમજ ઉના તાલુકાના 32 ગામોના 60 કલસ્ટર શૌચાલના 56 કામોની રકમ રૂ. 50,18,929 અને બે રાજીવગાંધી કેન્દ્રના 4,16,456 મળી કુલ રકમ 76 લાખ જેટલી ઓનલાઇન ગ્રાન્ટ ન મળતા ચુકવવાની  બાકી રહી છે.
 
એક પણ બિલ નહીં ચૂકવવા આદેશ કરાયો
 
ગાંધીનગર ગ્રામ વિકાસ કચેરીએ શબ્દો વ્યાખ્યા બદલી નરેગા સોફ્ટ પાઇપ લાઇનમાં છે તેવા બીલો ચુકવા આદેશ કર્યાઅને તે અંતર્ગત ગીરસોમનાથ ગ્રામ વિકાસ એજન્સી અમલ કરાવવા આદેશ આપ્યો પણ ભ્રષ્ટાચાર જાણતા લોકો કર્મચારીમાં દેકારો થતાં આ પરિપત્રને સામે  27/4/2017 બીજો પત્ર કરી ભ્રષ્ટાચારની તપાસ અંગેના એકપણ બીલો ચુકવવા નહી તેઓ આદેશ કરાયો છે.
 
મનરેગા કર્મચારીના કાંઠલા પકડાય છે

મનરેગા શાખામાં કામ કરતા એક કર્મચારીએ પાતાનું નામ ન  છાપવા શરતે જણાવેલ કે હાલ જિલ્લા અને તાલુકામાં મનરેગા કર્મચારીઓને રસ્તામાં રોકી ઉઠાવી લઇ જવાય છે. અને તેના પર બીલો મંજુર કરવા દબાણ કરાય છે. પણ અમે અમારી નોકરી જોખમમાં ન મુકવાના કારણે ઓફીસે જવાનું પણ ટાળી રહ્યા છે.

કચેરીમાં 20 દિવસથી કાગડા ઉંડે છે : ધારાસભ્ય ભ્રષ્ટાચારીઓના બીલો મંજુર કરવાના દબાણ અને ત્રાસના કારણે  20 દિવસથી જિલ્લા કક્ષાની કચેરીમાં એકપણ કર્મચારી કામ કરવા જતો નથી. અને કાગડા ઉંડતા હોય તેના કારણે કાયદેસરના કામોપણ થતાં ન હોવાની ફરીયાદો ઉઠતી હોવાનો આક્ષેપ ધારાસભ્ય વંશએ કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...