તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલાના ચીત્રાવડ ગામમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલા: તાલાલા તાલુકાનાં ચીત્રાવડ ગામનાં રેવન્યુ વાડી વિસ્તારમાંથી અંદાજે દસ વર્ષની ઉંમરનાં દીપડો મૃત હાલતમાં હોવાની જાણ થતા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ મૃત દીપડાનાં શબનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી હતી. તાલાલાનાં ચીત્રાવડ ગામનાં રેવન્યું વિસ્તારમાં ગોવિંદભાઇ નંદાણીયાની માલીકીનાં ખેતરનું ભાગીયું હમીરભાઇ અરસીભાઇ સોલંકીએ રાખેલ છે.
અરસીભાઇ બપોર બાદ ખેતરમાં કામ અર્થે ગયેલ ભારે દીપડો સુતેલ જોવા મળેલ થોડીવાર સુધી નિરીક્ષણ કરતા દીપડાનાં શરીરમાંથી દુર્ગંધ આવતી હોય દીપડો મૃત હોવાનું જણાતા તાલાલા રેન્જ કચેરીમાં જાણ કરતા આર.એફ.ઓ કનેરીયા, ફોરેસ્ટર ગીતાબેન તથા રોઝીનાબેન સહિતનો સટાફ ચીત્રાવડ દોડી ગયેલ દીપડાનાં મૃતદેહનો કબ્જો લઇ વેટરનરી ડોકટરને બોલાવાતા દીપડાનું મોત બિમારી સબબ થયાનું જાણવા મળેલ રોજકામ કરી દીપડાનાં મૃત્યુની નોંધ કરેલ દીપડા વધતી વસ્તી સામે મૃત્યુનું પ્રમાણ પણ વધવા લાગતા વન્યપ્રાણીઓમાં ચિંતા પ્રસરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો