ઊનાનાં સામતેર ગામે મકાન ધરાશાયી, વૃધ્ધા અને પુત્રનો ચમત્કારીક બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ઊના પંથકમાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજા વરસતા હોય શનિવારે વહેલી સવારે સામતેર ગામે એક મકાન ધરાશાયી થતાં વૃધ્ધા અને તેના પુત્રનો ચમત્કારીક બચાવ થયો હતો.
ઊનાનાં સામતેર ગામે વિપ્ર પરિવારનાં રાજેશ પ્રભાશંકર દવે તેમની વૃધ્ધ માતા ચંપાબેન સાથે વર્ષો જુનાં કાચા મકાનમાં રહેતા હોય અને આર્થિક સ્થિતિ નબળી હોવાથી મકાન રીપેરીંગ કરાવી શકેલ નહીં દરમિયાન છેલ્લા બે દિવસથી વરસાદ પડતો હોય શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક મકાન ધરાશાયી થતાં બંનેનો ચમત્કારીક બચાવ થયો હતો.

મકાન પડવાનાં જોરદાર અવાજથી આસપાસનાં લોકો દોડી ગયા હતાં. મકાન પડી જવાથી ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આસપાસનાં લોકોએ દોડી આવી વિપ્ર પરિવારને સલામત રીતે બહાર કાઢ્યો હતો. તેમજ નુકસાનગ્રસ્ત ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને પણ બહાર કાઢી લીધી હતી. તંત્રનાં અધિકારીઓ પહોંચે એ પહેલા જ લોકોની મદદ મળી હતી.

તંત્ર કલાકો પછી સ્થળ પર પહોંચ્યું
વિપ્ર પરિવાર બેઘર થઇ જતાં ગ્રામજનોએ દોડી જઇ મદદરૂપ બન્યાં હતાં. તંત્રનાં અધિકારીઓ તો કલાકો બાદ પહોંચ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં આવા અનેક જર્જરીત મકાનો હોય સ્થાનિક ગ્રા.પં.નાં સત્તાધીશો દ્વારા તાત્કાલીક સર્વે કરાવવામાં આવે એવી માંગણી ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...